સૂર્યા સાવચેત થઈ જાય, ફાઈનલમાં પાકિસ્તાન હંમેશા ભારે પડ્યું છે, જુઓ હેડ-ટુ-હેડ રેકોર્ડ

Home » Latest Update » સૂર્યા સાવચેત થઈ જાય, ફાઈનલમાં પાકિસ્તાન હંમેશા ભારે પડ્યું છે, જુઓ હેડ-ટુ-હેડ રેકોર્ડ
સૂર્યા-સાવચેત-થઈ-જાય,-ફાઈનલમાં-પાકિસ્તાન-હંમેશા-ભારે-પડ્યું-છે,-જુઓ-હેડ-ટુ-હેડ-રેકોર્ડ

Asia cup 2025 Ind vs Pak Final: તાજેતરમાં યુએઈમાં રમાઈ રહેલા T20 એશિયા કપ 2025ની ફાઈનલ રવિવારે (28મી સપ્ટેમ્બર) રમાશે. ત્યારે જાણીને નવાઈ લાગશે કે 41 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. એશિયા કપની શરૂઆત 41 વર્ષ પહેલા થયું હતું અને ત્યારથી અત્યાર સુધી આપણે એક પણ ભારત-પાકિસ્તાન ફાઈનલ જોઈ નથી. પરંતુ આ વખતે, તે થવાનું છે. 

બે મેચ રમી ભારત-પાકિસ્તાને આ વખતે

આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બે વાર એકબીજા સામે ટકરાયા છે. ભારત બંને વખત જીત્યું હતું, પરંતુ પાકિસ્તાન ઘણીવાર ફાઇનલમાં ભારત સામે ફાઈનલમાં મજબૂત સાબિત થાય છે. આ અમારો અભિપ્રાય નથી, પરંતુ આંકડા જ આ વાતની પુષ્ટી કરે છે. 

12 વખત ફાઈનલમાં કોણ ભારે પડ્યું? 

હકીકતમાં, ભારતીય ટીમ અને પાકિસ્તાન વિવિધ ટુર્નામેન્ટ, સીરિઝ અથવા કપની ફાઇનલમાં 12 વખત ટકરાયા છે. પાકિસ્તાન તે 12 વખતમાંથી આઠ વખત જીત્યું છે, જ્યારે ભારત ફક્ત ચાર વખત જીત્યું છે. વધુમાં ભારત અને પાકિસ્તાન પાંચ કે તેથી વધુ ટીમો ધરાવતી ટુર્નામેન્ટમાં પાંચ વખત એકબીજા સામે ટકરાયા છે, અને ભારતીય ટીમ તેમાંથી ત્રણ વખત હારી ગઈ છે. જોકે, આ વખતે ફાઈનલમાં ભારતનું પલડું ભારે છે. 

આ પણ વાંચો: એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને ટક્કર આપવા ભારત તૈયાર, જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11

5 ટીમ ધરાવતી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનું પલડું ભારે 

ઓછામાં ઓછી 5 ટીમો ધરાવતી ટુર્નામેન્ટમાં, ભારત અને પાકિસ્તાન પાંચ વખત ફાઇનલમાં રમ્યા છે. ભારતે 1985ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને 1986 અને 1994માં ઓસ્ટ્રેલિયન એશિયા કપ જીત્યો હતો. ભારતે 2007ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું.

T20I ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાન હેડ-ટુ-હેડ

T20I ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન 15 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. ભારતે આમાંથી 12 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત ત્રણ જ જીતી છે. છેલ્લા પાંચ T20 મેચમાંથી, ભારતે ચાર જીતી છે, જ્યારે પાકિસ્તાને માત્ર એક જ જીતી છે, જે T20 એશિયા કપ 2022 ની સુપર ફોર મેચ હતી.

Leave a Reply

Your email address will not be published.