Asia Cup 2025 Final Live: ભારતીય ટીમને બીજો મોટો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર 1 રને આઉટ

Home » Latest Update » Asia Cup 2025 Final Live: ભારતીય ટીમને બીજો મોટો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર 1 રને આઉટ
asia-cup-2025-final-live:-ભારતીય-ટીમને-બીજો-મોટો-ઝટકો,-કેપ્ટન-સૂર્યકુમાર-1-રને-આઉટ

IND vs PAK Final Asia Cup 2025: એશિયા કપમાં 41 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે આવી ગયા હતા. પાકિસ્તાનની ટીમ 19.1 ઓવર પર 146 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી અને ટીમ ઇન્ડિયા 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ત્યારે પાકિસ્તાનની ટીમ બે મેચ હારી છે, બંને વખત પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું છે. ટી20 ટૂર્નામેન્ટમાં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ અગાઉ 2007 ટી20 વર્લ્ડ કપની ફાઈનલ ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ જીતી હતી. હવે 18 વર્ષ બાદ ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે.

 IND vs PAK Match Updates 

ભારતની ઈનિંગ

ભારતનો સ્કોર 58/3 (10 ઓવર) : તિલક અને સંજૂ સેમસને ઈનિંગ સંભાળી

ભારતનો સ્કોર 51/3 (8.2 ઓવર) : ભારતીય ટીમનો સ્કોર 50ને પાર

ભારતનો સ્કોર 42/3 (7 ઓવર) : તિલક વર્માની શાનદાર બેટિંગ

7મી ઓવરમાં મોહમ્મદ નવાઝે 6 રન આપ્યા. 7 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટ પર 42 રન છે. સંજૂ સેમસન 4 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન પર છે. તિલક વર્મા 17 બોલમાં 19 રન પર છે. તેઓ 2 ચોગ્ગા અને 1 છગ્ગા લગાવી ચૂક્યા છે. 

ભારતનો સ્કોર 20/3 (4 ઓવર) : તિલક વર્મા અને સંજૂ સેમસન ક્રીઝ પર

ભારતનો સ્કોર 20/3 (4 ઓવર) : ભારતીય ટીમને ત્રીજો ઝટકો, શુભમન ગિલ 10 બોલમાં 12 રન બનાવીને આઉટ

માત્ર 20 રનમાં જ ભારતે 3 મોટી વિકેટ ગુમાવી દીધી છે. શુભમન ગિલ 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો છે. ગિલને ફહીમ અશરફે આઉટ કર્યો. ટીમ ઈન્ડિયા હવે મુશ્કેલીમાં નજરે આવી રહી છે.

ભારતનો સ્કોર 12/2 (3 ઓવર) : શુભમન ગિલ અને તિલક વર્મા ક્રીઝ પર

ભારતનો સ્કોર 10/2 (2.3 ઓવર): ભારતીય ટીમને બીજો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર 1 રને આઉટ

2.3 ઓવરમાં માત્ર 10 રનો પર ભારતે બીજી વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો છે. સૂર્યાને શાહીન શાહ આફરીદીએ આઉટ કર્યો છે. સલમાન આગાએ તેનો કેચ પકડ્યો છે. 

ભારતનો સ્કોર 10/1 (2 ઓવર): ભારતીય ટીમને પહેલો ઝટકો, અભિષેક શર્મા 5 રને આઉટ

માત્ર 7 રન પર ભારતની પહેલી વિકેટ પડી છે. ફહીમ અશરફના બોલ પર અભિષેક શર્મા 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગયો. શુભમન ગિલ 4 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 1 રન બનાવીને ક્રીઝ પર છે.

પાકિસ્તાનની ઈનિંગ

પાકિસ્તાને ભારતને આપ્યો 147 રનનો ટાર્ગેટ

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 19.1 ઓવરમાં એટલે કે 5 બોલ બાકી રહેતા 10 વિકેટના નુકસાને 146  રન બનાવ્યા છે. પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાનના ઓપનર બેટર સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને સારી શરૂઆત કરી હતી. ફરહાને આ મેચમાં 38 બોલ પર 57 રન અને ફખરે 35 બોલમાં 46 રન બનાવ્યા હતા. આમ, આ બે ખેલાડીઓએ મળીને કુલ 103 રન બનાવ્યા હતા. આ બે બેટર સિવાય પાકિસ્તાનના તમામ બેટર ફ્લોપ સાબિત થયા હતા. પાકિસ્તાને 113 રન પર 1 વિકેટ ગુમાવી હતી. જ્યારે ત્યારબાદ આખી ટીમ 146 રન પર સમેટાઇ ગઇ હતી. એટલે કે, પાકિસ્તાને માત્ર 33 રનમાં 9 વિકેટ ગુમાવી. 

ભારતીય બોલર્સની કમાલ

ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે થઈ ગયા હતા. પાકિસ્તાનના 3 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. પાકિસ્તાનના 7 ખેલાડીઓ બે અંક પાર કરી શક્યા ન હતા. 12મી ઓવર બાદ એક બાદ એક પાકિસ્તાની ખેલાડીઓ આઉટ થયા ગયા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે પણ 2-2 વિકેટ ઝડપી હતી. 

પાકિસ્તાનનો સ્કોર 146/10 (19.1 ઓવર) : પાકિસ્તાન ઓલઆઉટ, એમ.નવાઝ 9 બોલમાં 6 રન પર આઉટ

પાકિસ્તાનનો સ્કોર 141/9 (17.5 ઓવર) : ભારતને મળી નવમી સફળતા, હારિસ રઉફ 4 બોલમાં 6 રન પર આઉટ

બુમરાહે હારિસ રઉફને બોલ્ડ કર્યો છે. ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે હારિસ રઉફને બોલ્ડ કર્યો અને પાકિસ્તાનને 9મો ઝટકો આપ્યો છે. રઉફ 4 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો છે. બુમરાહે રઉફને આઉટ કર્યા બાદ તેમને ચીડવ્યો હતો. બંને ટીમો વચ્ચે ગત મેચમાં રઉફે વિમાન તૂટી પડવાનો ઈશારો કર્યો હતો અને હવે બુમરાહે પણ રઉફને આઉટ કર્યા બાદ એ જ રીતે જશ્ન મનાવ્યો હતો.

પાકિસ્તાનનો સ્કોર 134/8 (17 ઓવર) : ભારતને મળી આઠમી સફળતા, ફહીમ અશરફ 2 બોલમાં શૂન્ય પર આઉટ

17મી ઓવરમાં 1 રન આપીને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી છે. કુલદીપે પહેલા શાહીન આફરીદીને આઉટ કર્યો અને પછી ફહીમ અશરફને પેવેલિયન ભેગો કર્યો. ફહીમ 2 બોલમાં શૂન્ય પર આઉટ થયો છે. 134 રન પર પાકિસ્તાનની 8 વિકેટ પડી છે.

પાકિસ્તાનનો સ્કોર 134/7 (16.4 ઓવર) ભારતને મળી સાતમી સફળતા, પાકિસ્તાની શાહીન આફરીદી 3 બોલમાં શૂન્ય પર આઉટ

પાકિસ્તાનનો સ્કોર 133/6 (16.1 ઓવર) ભારતને મળી છઠ્ઠી સફળતા, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા 7 બોલમાં 8 રને આઉટ

પાકિસ્તાનનો સ્કોર 131/5 (15.3 ઓવર) : ભારતને મળી પાંચમી સફળતા, હુસૈન તલાટ 2 બોલમાં 1 રને આઉટ

પાકિસ્તાનનો સ્કોર 126/4 (14.4 ઓવર) : ભારતને મળી ચોથી સફળતા, ફખર ઝમાન 35 બોલમાં 46 રને આઉટ

વરૂણ ચક્રવર્તીએ ફખર જમાનને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી છે. ફખર સારી બોલિંગ કરી રહ્યો હતો અને અડધી સદી ફટકારી ના શક્યો. વરૂણે કુલદીપ યાદવના હાથે કેચ કરાવીને તેની ઈનિંગનો અંત કર્યો. ફખર 35 બોલ પર 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થયો.

પાકિસ્તાનનો સ્કોર 114/3 (13.3 ઓવર) : ભારતને મળી ત્રીજી સફળતા, મોહમ્મદ હારિસ 2 બોલમાં શૂન્ય રને આઉટ

ભારતીય બોલરોએ ટીમની વાપસી કરાવી છે. પાકિસ્તાને 5 બોલમાં બે વિકેટ ગુમાવી છે. કુલદીપ યાદવ બાદ અક્ષર પટેલે મોહમ્મદ હેરિસને ઝીરોમાં આઉટ કર્યો. મોહમ્મદ હારિસ 2 બોલમાં શૂન્ય રન બનાવીને આઉટ થયો છે. પાકિસ્તાને 3 વિકેટ પર 118 રન બનાવ્યા છે.

પાકિસ્તાનનો સ્કોર 113/2 (12.5 ઓવર) : ભારતને મળી બીજી સફળતા, સૈમ અયુબ 11 બોલમાં 14 રને આઉટ

12.5 ઓવરમાં 113 રન પર પાકિસ્તાનની બીજી વિકેટ પડી છે. સૈમ અયૂબ 11 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો છે. અયૂબે કુલદીપ યાદવને આઉટ કર્યો છે.

પાકિસ્તાનનો સ્કોર 103/1 (11.2 ઓવર) : ફખર ઝમાન અને સૈમ અયુબ ક્રીઝ પર

પાકિસ્તાનનો સ્કોર 88/1 (9.4 ઓવર) : ભારતને મળી પહેલી સફળતા, સાહિબઝાદા ફરહાન 57 રન બનાવીને આઉટ

સાહિબઝાદા ફરહાનને વરૂણ ચક્રવર્તીએ બાઉન્ડ્રીની નજીક તિલક વર્માના હાથે કેચ કરાવ્યો. ફરહાન 38 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો છે. તેમણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. પાકિસ્તાનની પહેલી વિકેટ 84 રને પડી.

Asia Cup 2025 Final Live: ભારતીય ટીમનો સ્કોર 50ને પાર, તિલક અને સંજૂ સેમસને ઈનિંગ સંભાળી 2 - image

પાકિસ્તાનનો સ્કોર 77/0 (9 ઓવર)

પાકિસ્તાનનો સ્કોર 64/0 (8 ઓવર)

અક્ષર પટેલે આઠમી ઓવરમાં 8 રન આપ્યા. 8 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર વગર કોઈ વિકેટે 64 રન છે. સાહિબઝાદા ફરહાન 33 બોલમાં 47 રન પર છે. તેઓ 5 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવી ચૂક્યા છે. ફખર જમાન 15 બોલમાં એક ચોગ્ગા સાથે 15 રન પર છે.

પાકિસ્તાનનો સ્કોર 45/0 (6 ઓવર)

પાવરપ્લે પૂર્ણ થઈ ગયો છે. શરૂઆતની 6 ઓવરમાં ભારતને કોઈ વિકેટ નથી મળી. 6 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર વગર કોઈ વિકેટે 45 રન પર છે. સાહિબઝાદા ફરહાન 25 બોલમાં 31 રન પર છે. તેઓ 4 ચોગ્ગા અને 1 છગ્ગા લગાવી ચૂક્યા છે. ફખર જમાન 12 બોલમાં 13 રન પર છે.

પાકિસ્તાનનો સ્કોર 32/0 (4 ઓવર)

ચોથી ઓવરમાં જસપ્રીત બુમરાહે 13 રન આપ્યા. 4 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર વગર કોઈ વિકેટે 32 રન છે. સાહિબ જાદા 18 બોલમાં 24 રન પર છે. ફખર 6 બોલમાં 6 રન પર છે.

પાકિસ્તાનનો સ્કોર 19/0 (3 ઓવર)

ત્રીજી ઓવરમાં શિવમ દુબેએ 8 રન આપ્યા. 3 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર વગર કોઈ વિકેટે 19 રન છે. સાહિબ જાદા 13 બોલમાં 12 રન પર છે. ફખર 5 બોલમાં 6 રન પર છે.

ફખર-ફરહાનની જોડી ક્રીઝ પર

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2025 એશિયા કપની ફાઈનલ શરૂ થઈ ચૂકી છે. ભારત માટે શિવમ દુબેએ પહેલી ઓવર ફેંકી છે. ત્યારે પાકિસ્તાન માટે ફખર જમાન અને સાહિબઝાદા ફરહાન ઓપનિંગમાં આવ્યા છે.

ભારતે જીત્યો ટોસ

પાકિસ્તાન સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.

હાર્દિક પંડ્યા ફાઇનલમાંથી બહાર

હાર્દિક પંડ્યા દુબઈના મેદાન પર ટીમ ઇન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા નથી મળ્યો. રિંકુ સિંહ ટીમ સાથે કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. સૂત્રો સૂચવે છે કે હાર્દિકને ફાઇનલમાંથી બહાર કરવામાં આવ્યો છે. રિંકુને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકૂ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.

Asia Cup 2025 Final Live: ભારતીય ટીમનો સ્કોર 50ને પાર, તિલક અને સંજૂ સેમસને ઈનિંગ સંભાળી 3 - image

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), હુસૈન તલાટ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહમદ, હારિસ રઉફ અને શાહીન શાહ આફરીદી.

Asia Cup 2025 Final Live: ભારતીય ટીમનો સ્કોર 50ને પાર, તિલક અને સંજૂ સેમસને ઈનિંગ સંભાળી 4 - image

2017 ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, પરંતુ તે વનડે ફોર્મેટ હતી. ત્યારે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું હતું. ત્યારે આ વખતે પાકિસ્તાનની સરખામણીમાં ભારતીય ટીમ વધુ મજબૂત છે. ટી20માં ટીમ ઈન્ડિયા પાસે અનેક પાવર હિટર છે, ત્યારે પાકિસ્તાનના બેટર ધીમું રમવામાં માહેર છે. તેવામાં 2025 એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ફેવરેટ છે.

Leave a Reply

Your email address will not be published.