ફાઈનલ અગાઉ ભારત-પાકિસ્તાનના ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ

Home » Latest Update » ફાઈનલ અગાઉ ભારત-પાકિસ્તાનના ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ
ફાઈનલ-અગાઉ-ભારત-પાકિસ્તાનના-ફેન્સને-કાબુમાં-રાખવા-દુબઈએ-બનાવ્યા-નવા-નિયમ

Asia Cup 2025 India vs Pakistan Final Match : આજે એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ આજે રાત્રે 8.00 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલાં દુબઈ ઈવેન્ટ્સ સિક્યુરિટી કમિટીએ કડક સુરક્ષા વ્યવસ્થાની જાહેરાત કરી છે.

નિયમો તોડનાર પ્રેક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે

ચાહકો આજની ફાઈનલ મેચ પહેલા ભારત-પાક વચ્ચેના બે રોમાંચક મુકાબલા (14 સપ્ટેમ્બર અને 21 સપ્ટેમ્બર) જોઈ ચૂક્યા છે. જોકે, ફાઈનલના મહત્ત્વને ધ્યાને રાખીને દુબઈ તંત્રએ પ્રેક્ષકો, ખેલાડીઓ અને સ્ટેડિયમની સુરક્ષા માટે વિશેષ સાવચેતી રાખવાનો નિર્ણય લીધો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ છે.

ભારત-પાકિસ્તાની મેચ જોવા આવનારાઓ માટે કડક નિયમો જાહેર કરાયા

ભારતે એશિયા કપની ગ્રૂપ મેચ સહિત સુપર-4ની પણ તમામ મેચો જીતી છે. જ્યારે પાકિસ્તાનનું પ્રદર્શન થોડું નબળું રહ્યું છે. આયોજકોએ ચાહકોને સમયસર સ્ટેડિયમ પહોંચવા અને સુરક્ષા તપાસમાં સહયોગ આપવા વિનંતી કરી છે. ટિકિટ લેનારાઓ માટે ખાસ અને કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ નિયમોમાં મુખ્યત્વે મેચ શરૂ થવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં સ્ટેડિયમ પહોંચવું, સ્ટાફના નિર્દેશોનું પાલન કરવું અને માત્ર નિર્ધારિત જગ્યાએ જ પાર્કિંગ કરવું સામેલ છે. એક માન્ય ટિકિટ પર માત્ર એક જ વાર પ્રવેશ મળશે.

આ પણ વાંચો : અભિષેક શર્મા પાસે નંબર-1 ભારતીય ખેલાડી બનવાનો ગોલ્ડન ચાન્સ! કોહલી-રોહિત જેવા દિગ્ગજો થશે પાછળ

દુબઈ તંત્રએ સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુઓની યાદી પણ જાહેર કરી

સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુઓની લાંબી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આતશબાજી, લેસર પોઈન્ટર, જ્વલનશીલ કે જોખમી વસ્તુઓ, તીક્ષ્ણ હથિયારો, રિમોટ કંટ્રોલ ઉપકરણો, મોટી છત્રીઓ, સેલ્ફી સ્ટિક્સ અને પ્રોફેશનલ ફોટોગ્રાફીના સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તેવું કોઈ પણ કાર્ય, નફરત અને વંશવાદને પ્રોત્સાહન આપતા બેનરો કે પોસ્ટરો લાવવા પર સખત પ્રતિબંધ ફરમાવાયો છે.

દુબઈ તંત્રએ મેચ નિહાળવા આવનારાઓ માટે જાહેર કર્યા નિયમો

  • મેચ શરૂ થવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં સ્ટેડિયમ પર પહોંચવું.
  • દરેક માન્ય ટિકિટ પર માત્ર એક જ વખત એન્ટ્રી મળશે, ફરી એન્ટ્રી નહીં કરી શકાય.
  • દર્શકોએ સ્ટાફના નિર્દેશો અને તમામ સૂચનાઓનું પાલન કરવું પડશે.
  • ફક્ત નિયત કરેલી જગ્યાઓ પર જ પાર્કિંગ કરવું, રસ્તાઓ પર વાહન પાર્ક ન કરવું.
  • આતશબાજી, અચાનક રોશની કરતો ફટાકડો), લેસર પોઈન્ટર અને કોઈપણ જ્વલનશીલ અથવા જોખમી વસ્તુઓ ન લાવવી
  • તીક્ષ્ણ ધારવાળા હથિયારો, ઝેરી પદાર્થો અને રિમોટ કંટ્રોલથી ચાલતા ઉપકરણો ન લાવવા
  • મોટી છત્રીઓ, કેમેરા ટ્રાયપોડ, રિગ્સ, સેલ્ફી સ્ટિક અને મંજૂરી વગરના પ્રોફેશનલ ફોટોગ્રાફી પર પ્રતિબંધ
  • આયોજકોની મંજૂરી વગરના બેનરો, ધ્વજ અથવા પોસ્ટરો પર પ્રતિબંધ
  • સ્ટેડિયમમાં પાલતુ પ્રાણીઓ, સાયકલ, સ્કેટબોર્ડ, સ્કૂટર અને કાચની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
  • આ ઉપરાંત જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવું કોઈપણ કાર્ય, નફરત અને વંશવાદને પ્રોત્સાહન આપતું કોઈપણ કાર્ય નહીં કરી શકાય.

આ પણ વાંચો : BCCIના નવા અધ્યક્ષ જાહેર, મિથુન મનહાસને સોંપાઈ જવાબદારી, રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ

Leave a Reply

Your email address will not be published.