Asia Cup Final 2025: ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ત્રીજી વખત હરાવ્યું. તિલક વર્માએ ફાઈનલમાં અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ મેચ રિંકુ સિંહ માટે હંમેશા યાદગાર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહ્યો હતો. તેને ફક્ત એક જ બોલ રમવાનો મોકો મળ્યો, પરંતુ તે બોલ જ ભારતની જીત પર મહોર લગાવી ગયો. રિંકુ સિંહે વિનિંગ શોટ રમ્યો હતો.
— Bihar_se_hai (@Bihar_se_hai) September 28, 2025
રિંકુ સિંહનું ફેવરિટ કોટ ‘God’s plan’
પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ રિંકુની ટુર્નામેન્ટની પહેલી મેચ હતી. તેણે હરિસ રઉફની છેલ્લી ઓવરના ચોથા બોલનો સામનો કર્યો, જે ટુર્નામેન્ટનો તેનો પહેલો બોલ હતો અને મિડ-ઓન પર બાઉન્ડ્રી ફટકારીને ભારતને નવમો એશિયા કપ ટાઈટલ અપાવ્યું. રોમાંચક ફાઇનલ જીત પછી રિંકુએ કહ્યું, ‘બીજું કંઈ મહત્ત્વનું નથી. એક બોલ મહત્ત્વનો છે. મને તે જ જોઈતો હતો અને મેં બાઉન્ડ્રી ફટકારી. બધાં જાણે છે કે હું ફિનિશર છું. ટીમ જીતી ગઈ અને હું ખૂબ ખુશ છું.’
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહનું ફેવરિટ કોટ ‘God’s plan’ છે. જેથી રિંકુને આખા એશિયા કપ રમવાની તક ન મળે, તો પણ જ્યારે ભારતીય ટીમ ટાઇટલ જીતે ત્યારે તે વિજેતા રન બનાવશે. ફાઈનલ પછી God’s planનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તે સાબિત થયું કે તમારે તમારા વારાની રાહ જોવી જોઈએ અને જો તમને ફક્ત એક જ બોલ રમવા માટે મળે તો પણ તમારે તે એક બોલને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
તિલકની શાનદાર બેટિંગના જોરે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન
તિલક વર્માની શાનદાર અડધી સદી અને કુલદીપ યાદવની બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાએ રવિવારે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. T20 ફોર્મેટમાં આ તેમનો બીજો અને કુલ નવમો વિજય હતો. ભારતે પહેલા બોલિંગ કરતા પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી બે બોલ બાકી રહેતા 147 રનનું લક્ષ્યાંક હાંસલ કર્યો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 59 રનની મેચવિનિંગ ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવીને પાંચમી વિકેટ માટે 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.
આ પણ વાંટો: ટીમ ઈન્ડિયાની એશિયા કપની ટ્રોફી ક્યાં ગઇ? વિવાદ વચ્ચે BCCIનું રિએક્શન, નકવી ઘેરાયા
છેલ્લી બે ઓવર રોમાંચક રહી
પાકિસ્તાનના 147 રનના જવાબમાં ભારતને 20 રનના સ્કોર પર ત્રણ ઝટકાનો સામનો કરવો પડ્યો. જોકે, તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો અને સંજુ સાથે શાનદાર બેટિંગ કરી. સંજુના આઉટ થયા પછી તિલક શિવમ દુબે સાથે સારી ઈનિંગ રમી. પરંતુ એક સમયે ભારતને બે ઓવરમાં જીતવા માટે ૧૭ રનની જરૂર હતી.
19મી ઓવરના છેલ્લા બોલ પર શિવમ દુબે આઉટ થયો. ભારતને અંતિમ ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી. રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો. તિલક પહેલા બોલ પર 2 રન બનાવ્યા. તેણે બીજા બોલ પર સિક્સર અને ત્રીજા બોલ પર સિંગલ ફટકારી. ત્યારબાદ રિંકુ બેટિંગ કરવા આવ્યો. તેણે ચોથા બોલ પર ફોર ફટકારીને ભારતને જીત અપાવી.

Leave a Reply