VIDEO : બુમરાહનો આવો અંદાજ નહીં જોયો હોય, પાકિસ્તાની પ્લેયરને તેની જ ભાષામાં જવાબ આપ્યો

Home » Latest Update » VIDEO : બુમરાહનો આવો અંદાજ નહીં જોયો હોય, પાકિસ્તાની પ્લેયરને તેની જ ભાષામાં જવાબ આપ્યો
video-:-બુમરાહનો-આવો-અંદાજ-નહીં-જોયો-હોય,-પાકિસ્તાની-પ્લેયરને-તેની-જ-ભાષામાં-જવાબ-આપ્યો

Indian Pacer Bumrah’s Gesture Viral: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી એશિયા કપ 2025 ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. આ મેચ દરમિયાન ભારતીય ખેલાડી જસપ્રીત બુમરાહનો હાવભાવ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જસપ્રીત બુમરાહે યોર્કર બોલ ફેંકી હારિસ રઉફને ક્લિન બોલ્ડ કર્યા બાદ તેની જ ભાષામાં જવાબ આપતાં તેની નકલ કરી હતી. જેનાથી ભારતીય ચાહકો ખુશખુશહાલ થયા હતાં. બુમરાહે 18મી ઓવરમાં યોર્કર ફેંકી રઉફનું સ્ટમ્પ ઉડાવી દીધુ હતું. રઉફની વિકેટ લેતાં બુમરાહે રઉફની પ્લેન ક્રેશની નકલ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની એશિયા કપની ટ્રોફી ક્યાં ગઇ? વિવાદ વચ્ચે BCCIનું રિએક્શન, નકવી ઘેરાયા

રઉફની નકલ કરી આપ્યો જવાબ

પીચ પર રઉફ પોતે હાથ વડે પ્લેન ક્રેશનો ઈશારો કરતો જોવા મળ્યો હતો, ત્યારે બુમરાહે તેની વિકેટ લેતાં તેનો જ ચાળો કરતાં પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો. જેને ચાહકોએ વધાવી લીધો હતો. સ્ટેડિયમમાં ભારતીય ચાહકો ઝુમી ઉઠ્યા હતાં. સોશિયલ મીડિયા પર પણ તેની આ પળ ઝડપથી વાઈરલ થઈ હતી. ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પાકિસ્તાનની ટીમને 19.2 ઓવરમાં 146 રને ઓલઆઉટ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે પાંચ વિકેટે 150 રન બનાવી એશિયા કપ 2025 ટાઈટલ પોતાને નામ કર્યું હતું. 

ઈરફાન પઠાણે પણ કર્યા વખાણ

બુમરાહના હાવભાવના પૂર્વ ભારતીય ઓલ-રાઉન્ડર ઈરફાન પઠાણે પણ વખાણ કર્યાં હતાં. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ‘ફ્લાઈટ લેન્ડ કરા દી બુમરાહ ને’. ભાજપે પણ બુમરાહના વખાણ કર્યા હતાં. રઉફએ રમત દરમિયાન 6-0  અને પ્લેનનો ઈશારો કર્યો હતો. તેણે 2019માં સરહદ પર ભારત-પાકિસ્તાન અથડામણ દરમિયાન છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને પ્રતિબિંબ કરતાં આ ઈશારો કર્યો હતો. જો કે, બુમરાહે રઉફની જ વિકેટ લેતાં તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો. 

VIDEO : બુમરાહનો આવો અંદાજ નહીં જોયો હોય, પાકિસ્તાની પ્લેયરને તેની જ ભાષામાં જવાબ આપ્યો 2 - image

Leave a Reply

Your email address will not be published.