Suryakumar yadav and Asia Cup Final 2025 : ભારતીય ક્રિકેટ ટીમે એક રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો. આ જીત બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન, ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી, જેમાં કહ્યું કે હું એશિયા કપ ટૂર્નામેન્ટની તમામ મેચ માટે મળેલી ફી ભારતીય સૈન્ય અને પહલગામ આતંકી હુમલાના પીડિતોને દાનમાં આપવા માગું છું.
જાણો શું કહ્યું સૂર્યકુમાર યાદવે?
પાકિસ્તાનને હરાવ્યા બાદ, સૂર્યકુમાર યાદવે કહ્યું, “હું વ્યક્તિગત રીતે આ ટુર્નામેન્ટ માટેની મારી સંપૂર્ણ મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું.” મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે એશિયા કપ ટ્રોફી ન મળવા અંગે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “એક ટીમ તરીકે, અમે (મોહસીન નકવીના હસ્તે) ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો. કોઈએ અમને ન જણાવ્યું પરંતુ મારું માનવું છે કે ટુર્નામેન્ટ જીતનારી ટીમ ટ્રોફીની હકદાર છે.”
કહ્યું – અમે ઘણી મહેનત કરી
સૂર્યકુમારે કહ્યું કે, “હું આટલા વર્ષોથી ક્રિકેટ રમું છું પણ મેં ક્યારેય આવી સ્થિતિ નથી જોઈ જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફી ન અપાઇ હોય અને હાં આ ટ્રોફી માટે અમે ખૂબ જ મહેનત કરી હતી. સરળતાથી મેળવેલી જીત નહોતી. અમે સતત બે દિવસ મેચ રમ્યા. મને લાગ્યું કે અમે ખરેખર તેના લાયક હતા. હું તેનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી.”

Leave a Reply