સુરત: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે, ત્યારે હંગામી જામીનને લઈને આજે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. 86 વર્ષીય આસારામની તબિયતને કારણે ગુજરાત હાઇકોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યો હતો, જે આજે પૂર્ણ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામની જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી અને...
Month: September 2025
તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર
મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો. મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો....
બોલીવૂડમાં ફરી ચર્ચા: જાહ્નવી કપૂરને મળ્યો ‘ચાલબાઝ’ રીમેક માટે ઓફર
મુંબઈ: બોલીવૂડની લોકપ્રિય ફિલ્મ ચાલબાઝના રીમેકને લઈને ફરી ચર્ચાઓ તેજ બની છે. માહિતી અનુસાર, અભિનેત્રી જાહ્નવી કપૂરને ફિલ્મમાં શ્રીદેવી દ્વારા નિભાવવામાં આવેલા ડબલ રોલ માટે ઓફર કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરનું નામ ચર્ચામાં હતું, પરંતુ શૂટિંગ હજી શરૂ થયું નથી. આ વાત જાહ્નવી કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પરમ સુંદરીના પ્રચારનો...
મિચેલ સ્ટાર્કની ટી20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત, વર્લ્ડકપ પહેલા ઑસ્ટ્રેલિયાને મોટો ઝટકો
Mitchell Starc Retirement: ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સત્તાવાર રીતે તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મિચેલ સ્ટાર્કે કહ્યું કે ‘મારી માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ રહી છે. ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20...
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન: હાઈકોર્ટના આદેશ બાદ મનોજ જરાંગેને આઝાદ મેદાન ખાલી કરવા નોટિસ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનમાં તણાવ વધ્યો છે. મંગળવારે, ઉપવાસના પાંચમા દિવસે, મુંબઈ પોલીસે આંદોલનકારીઓના નેતા મનોજ જરાંગે પાટીલને આઝાદ મેદાન ખાલી કરવા માટે નોટિસ આપીને હાઈકોર્ટના આદેશની પુષ્ટિ કરી. હાઈકોર્ટે પણ પ્રદર્શનકારીઓને બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેનું પાલન જરાંગેએ પોતાના સમર્થકોને કરવા કહ્યું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોર્ટના આદેશોનું...
અલાસ્કામાં ભારત-અમેરિકા વચ્ચે સૌથી મોટો યુદ્ધાભ્યાસ, મલ્ટી-ડોમેન તાલીમ શરૂ
ટેરીફ ટેન્શન વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. બંને દેશો વચ્ચે યોજાતો આ અભ્યાસ 1 થી 14 સપ્ટેમ્બરના રોજ ફોર્ટ વેનરાઈટ, અલાસ્કામાં યોજાઈ રહ્યો છે. ભારતના સૈનિકો યુએસની 11મી એરબોર્ન ડિવિઝન સાથે હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, યુએએસ/કાઉન્ટર-યુએએસ અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયતોમાં તાલીમ લઈ રહ્યા છે. આ અભ્યાસ યુએન...
જર્મનીએ અમેરિકાને ઝટકો આપ્યો: ભારત પર પ્રતિબંધ ન લગાવવાનો સંકેત, મિત્રતા વધારવાની જાહેરાત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને વિશ્વની જિયોપોલિટિકલ સ્થિતિ બદલાવાની કોશિશ વચ્ચે જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ભારતની મુલાકાત પહેલાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પ દ્વારા ભારતમાં 50 ટકા ટેરિફ લાદ્યા બાદ અન્ય યુરોપિયન દેશોને પણ ભારત પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ જર્મનીએ એ માંગને સ્પષ્ટ રીતે નકાર્યું છે અને ભારત...
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શું હતી ઘટના? 9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે...
બારડોલીમાં કલરકામ ફેક્ટરીમાં ભીષણ આગ: 2 ના મોત, 20 જેટલા ઘાયલ
સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનામાં અત્યાર સુધી બે કામદારોના મોત થયાનું ખાતરી થયું છે, જ્યારે 15થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે કામ ચાલુ હોય તે સમયે અચાનક આગ લાગી હતી. આગ...
વરસાદ બાદ ગુરુગ્રામમાં ટ્રાફિકનો કહેર: લાંબો ટ્રાફિક જામ, શાળા અને ઓફિસ બંધ રાખવા નિર્દેશ
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સોમવારની સવારથી જ શરૂ થયેલા સતત વરસાદે ગુરુગ્રામમાં અવરજવરનું કચડાટ સર્જી દીધો છે. ભારે વરસાદને કારણે ગુરુગ્રામના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા. દિલ્હી-જયપુર હાઇવે પરના ઇફ્કો ચોક ખાતે ટ્રાફિકની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી હતી. પીક અવર્સ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે સેંકડો...









