મહિલા વર્લ્ડકપ ફાઈનલ LIVE : વરસાદી વિઘ્નના કારણે ટોસમાં વિલંબ, ભારતીય ટીમ ઈતિહાસ રચવા તૈયાર

Home » Latest Update » મહિલા વર્લ્ડકપ ફાઈનલ LIVE : વરસાદી વિઘ્નના કારણે ટોસમાં વિલંબ, ભારતીય ટીમ ઈતિહાસ રચવા તૈયાર
મહિલા-વર્લ્ડકપ-ફાઈનલ-live-:-વરસાદી-વિઘ્નના-કારણે-ટોસમાં-વિલંબ,-ભારતીય-ટીમ-ઈતિહાસ-રચવા-તૈયાર

Women’s World Cup: મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બાદ આજે એક નવી ટીમ ચેમ્પિયન બનશે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

લાઈવ અપડેટ્સ :

3 વાગ્યે પણ ટૉસ ન થઈ શક્યો

– નવી મુંબઈમાં વરસાદના કારણે ટૉસમાં બીજી વખત વિલંબ થયો.

આજે મહિલા વર્લ્ડકપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. વરસાદી વિઘ્નના કારણે ટોસમાં વિલંબ થયો છે. અમ્પાયર્સનો નિર્ણય છે કે ટોસ બપોરે 3 વાગ્યે થશે અને મેચ સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.

મહિલા વર્લ્ડમાં ક્યારે કઈ ટીમ બની વિજેતા?

મહિલા વર્લ્ડકપ ફાઈનલ LIVE : વરસાદી વિઘ્નના કારણે ટોસમાં વિલંબ, ભારતીય ટીમ ઈતિહાસ રચવા તૈયાર 2 - image

ભારતીય મહિલા ક્રિકેટની સ્કવોડ:

શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રીગ્સ, દિપ્તી શર્મા, ઋચા ઘોષ, ઉમા છેત્રી, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતી રેડ્ડી, હરલીન દેઓલ

Leave a Reply

Your email address will not be published.