WPLમાં RCBના હેડ કોચ તરીકે મલોલન રંગરાજનની નિમણૂક, ફ્રેન્ચાઈઝીએ કરી પુષ્ટી

Home » Latest Update » WPLમાં RCBના હેડ કોચ તરીકે મલોલન રંગરાજનની નિમણૂક, ફ્રેન્ચાઈઝીએ કરી પુષ્ટી
wplમાં-rcbના-હેડ-કોચ-તરીકે-મલોલન-રંગરાજનની-નિમણૂક,-ફ્રેન્ચાઈઝીએ-કરી-પુષ્ટી

RCB Head Coach: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (આરસીબી)એ વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટે હેડ કોચ માટે માલોલન રંગરાજનની પસંદગી કરી છે. અગાઉ 2024 અને 2025ની ટૂર્નામેન્ટમાં આરસીબીના હેડ કોચ લ્યુક વિલિયમ્સ હતાં. તેમણે બીગ બેશ લીગ (બીબીએલ)માં એડેલેડ સ્ટ્રાઈકર્સ સાથે કરેલી પ્રતિબદ્ધતાના કારણે આગામી સીઝનમાં હેડ કોચ તરીકેનું પદ છોડ્યું હતું.

આરસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં વિવિધ ભૂમિકામાં આરસીબીના સપોર્ટ સ્ટાફના મુખ્ય સભ્ય તરીકે સેવા આપ્યા બાદ માલોલન રંગરાજનની હવે આગામી WPL સીઝન માટે હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આસિસ્ટન્ટ કોચ હતાં રંગરાજન

રંગરાજન છેલ્લી બે સીઝનમાં આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી રહ્યા હતાં. જેમાં 2024માં ટીમની ઐતિહાસિક જીતનો હિસ્સો પણ રહ્યા હતાં. તેઓ પહેલાં તમિલનાડુ અને ઉત્તરાખંડ માટે ઘરેલું ક્રિકેટમાં રમતા હતાં. તેમણે આરસીબીની મેન્સ ટીમના ગ્રોથમાં પણ નોંધનીય યોગદાન આપ્યું હતું. ભૂતકાળમાં તેઓએ સંજય બેંગર, માઈક હસન, દિનેશ કાર્તિક, સિમોન કાટિચ અને એન્ડી ફ્લાવર જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે જોડાણમાં કામ કર્યું હતું.

રંગરાજને આ અંગે જણાવ્યું કે, મહિલા ટીમના હેડ કોચ તરીકેની ભૂમિકા નિભાવવા માટે ઉત્સુક છું. હું 2024માં આરસીબીના ટાઈટલ જીતમાં લ્યુક દ્વારા આપવામાં આવેલા યોગદાન અને અસરોને ધ્યાનમાં રાખીશ. આગામી મેગા હરાજીમાં અને સીરીઝમાં નડતાં પડકારોને દૂર કરી ટીમને મજબૂતાઈથી ટક્કર આપવા માટે તૈયાર કરવા ઉત્સુક છું. છેલ્લા ત્રણ વર્ષમાં મેં સ્મૃતિ સાથે તેના કોચિંગ અને સપોર્ટ સ્ટાફ તરીકે સારૂ કામ કર્યું છે.

RCB કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ નિમણૂક અંગે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું, હું WPLમાં RCB ના હેડ કોચ તરીકે નિમણૂક બદલ માલોલન રંગરાજનને અભિનંદન પાઠવુ છું. હું તેમની સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવું છું અને તેઓ સારા માર્ગદર્શક છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમનો અમારી ટીમ પર સકારાત્મક પ્રભાવ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે તેઓ સાથે મળીને સારી રીતે કામ કરશે, આગામી સિઝનમાં RCB ને સફળતા તરફ દોરી જશે.  RCB ના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાજેશ મેનનએ નોંધ્યું, માલોલન RCB ની ગ્રોથ વાર્તાનો અભિન્ન ભાગ રહ્યો છે, અને હેડ કોચ તરીકે તેમની પસંદગી નોંધનીય છે. શરૂઆતની સિઝનથી RCB મહિલા ટીમના મુખ્ય જૂથનો ભાગ હોવાથી તે ટીમની સંસ્કૃતિ સાથે ઊંડી પરિચિતતા લાવે છે. આ ક્લબ માટેના અમારા વિઝન સાથે સુસંગત છે, અને તેઓ RCB ની રમતની વિશિષ્ટ શૈલીને સમજે છે.

WPLમાં RCBના હેડ કોચ તરીકે મલોલન રંગરાજનની નિમણૂક, ફ્રેન્ચાઈઝીએ કરી પુષ્ટી 2 - image

Leave a Reply

Your email address will not be published.