ભારતીય મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, બુધવારે PM મોદીએ કરી હતી મુલાકાત

Home » Latest Update » ભારતીય મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, બુધવારે PM મોદીએ કરી હતી મુલાકાત
ભારતીય-મહિલા-ટીમે-રાષ્ટ્રપતિ-દ્રૌપદી-મુર્મૂ-સાથે-કરી-મુલાકાત,-બુધવારે-pm-મોદીએ-કરી-હતી-મુલાકાત

World Champions Indian Team Met President Droupadi Murmu : તાજેતરમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપ-2025નો ખિતાબ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે (6 નવેમ્બર) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ટીમને તેમની ઐતિહાસિક જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. આ પહેલા ટીમે બુધવારે (5 નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે આઈસીસી મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ મહિલા વર્લ્ડ કપનો જીત્યો હતો.

ભારતીય મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, બુધવારે PM મોદીએ કરી હતી મુલાકાત 2 - image

રાષ્ટ્રપતિએ ટીમને આપ્યા

મુલાકાત દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભારતીય ટીમની જર્સી ભેટમાં આપી હતી. રાષ્ટ્રપતિએ ટીમને અભિનંદન આપતા કહ્યું કે, તેમણે ઈતિહાસ રચ્યો છે અને યુવા પેઢી માટે આદર્શ બની ગયા છે. આ ટીમ ભારતનું પ્રતિબિંબ છે.’

ભારતીય મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, બુધવારે PM મોદીએ કરી હતી મુલાકાત 3 - image

હરમન ધોની-કપિલ-રોહિતના ક્લબમાં સામેલ

આ ઐતિહાસિક જીત સાથે હરમનપ્રીત કૌર ભારતની ચોથી કેપ્ટન બની ગઈ છે, જેણે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. કૌર પહેલા કપિલ દેવ, એમ.એસ.ધોની અને રોહિત શર્માએ ભારતને વિશ્વકપ અપાવ્યો હતો. આ રીતે મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત પણ હવે ગૌરવશાળી યાદીમાં સામેલ થઈ ગઈ છે.

આ પણ વાંચો : બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા તબક્કામાં 64.46 ટકા મતદાન

આ પણ વાંચો : ‘નવેમ્બર ક્રાંતિ નહીં, 2028માં સત્તામાં વાપસી સાથે જ થશે બદલાવ’, શિવકુમારનું મોટું નિવેદન

Leave a Reply

Your email address will not be published.