VIDEO: 6,6,6,6,6,6,…ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી રચ્યો ઈતિહાસ, રણજી ટ્રોફીમાં કરી કમાલ

Home » Latest Update » VIDEO: 6,6,6,6,6,6,…ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી રચ્યો ઈતિહાસ, રણજી ટ્રોફીમાં કરી કમાલ
video:-6,6,6,6,6,6,…ભારતીય-બેટરે-સૌથી-ઝડપી-અડધી-સદી-રચ્યો-ઈતિહાસ,-રણજી-ટ્રોફીમાં-કરી-કમાલ

Akash Chaudhary Creates History : ભારતની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફી ટેસ્ટ ફોર્મેટમાં રમાતી રેડ-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જોકે, મેઘાલયના ખેલાડી આકાશ ચૌધરીએ સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે પ્લેટ ગ્રુપ મેચમાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. આકાશ ચૌધરીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે આકાશ ઇનિંગમાં 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી રચ્યો ઈતિહાસ

આકાશ ચૌધરીએ તેની ઇનિંગ્સમાં 14 બોલમાં 50 રન બનાવ્યા. જેમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા છે, ત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા તે દુનિયાનો ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા રવિ શાસ્ત્રી અને ગૈરી સોબર્સે ફર્સ્ટ ક્લાસ મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા લગાવ્યા હતા. 

13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

આકાશ ચૌધરીએ વિશ્વભરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. આકાશે વર્ષ 2012માં કાઉન્ટીના ખેલાડી વેન વ્હાઇટના 12 બોલમાં અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2015-16 રણજી ટ્રોફીમાં, તેણે જમ્મુ અને કાશ્મીર માટે બંદીપ સિંહનો 15 બોલમાં અડધી સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. જ્યારે હવે આકાશ ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 

આ પણ વાંચો: વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર ઋચા ઘોષ બની DSP, ફાઈનલમાં જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક મળ્યો

આ મેચમાં મેઘાલયમાં અરુણાચલ પ્રદેશના ખેલાડીઓએ પહેલી ઈનિંગ્સમાં 6 રને 628 રન બનાવ્યા. મેઘાલય માટે ત્રણ બેટર્સે સદી ફટકારી છે. જેમાં અર્પિત ભટેવારાએ સૌથી વધુ 207 રન બનાવ્યા. કિશન લિંગદોહે 119 અને રાહુલ દલાલે 144 રન બનાવ્યા. તેમજ અજય દુહાને 53 રન બનાવ્યા, જ્યારે આકાશ ચૌધરીએ 14 બોલમાં 50 રન બનાવ્યા. 

Leave a Reply

Your email address will not be published.