બહાના છોડો, જીત પર ફોકસ કરો: વર્લ્ડકપ પહેલા ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીરની ખેલાડીઓને ચેતવણી

Home » Latest Update » બહાના છોડો, જીત પર ફોકસ કરો: વર્લ્ડકપ પહેલા ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીરની ખેલાડીઓને ચેતવણી
બહાના-છોડો,-જીત-પર-ફોકસ-કરો:-વર્લ્ડકપ-પહેલા-ડ્રેસિંગ-રૂમમાં-ગૌતમ-ગંભીરની-ખેલાડીઓને-ચેતવણી

બહાના છોડો, જીત પર ફોકસ કરો: વર્લ્ડકપ પહેલા ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીરની ખેલાડીઓને ચેતવણી

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News

Google News

બહાના છોડો, જીત પર ફોકસ કરો: વર્લ્ડકપ પહેલા ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીરની ખેલાડીઓને ચેતવણી 1 - image

T20 World Cup 2026: ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના તેવર અને વિચાર અંગે મોટું નિવેદન આપ્યું છે. T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ વચ્ચે ગંભીરે ખેલાડીઓને ચેતવણી છે કે, ‘હવે બહાના છોડો, જીત પર ફોકસ કરો. હવે માત્ર પરિણામ જોઈએ છે.’

 ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ જીત્યા બાદ અને દક્ષિણ આફ્રિકા સીરિઝ પહેલા BCCIએ ગંભીરના એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુનું ટીઝર જારી કર્યું છે. આ વીડિયોમાં ગંભીર તેના એ જ જૂના ફાઇટર મોડમાં નજર આવ્યો – જે પ્રામાણિકતા, જવાબદારી અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. ગંભીર સ્પષ્ટપણે કહ્યું છે કે, આપણે એક દેશ તરીકે અને વ્યક્તિ તરીકે ક્યારેય હારનો જશ્ન ન મનાવવો જોઈએ. તેનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, કારણ કે ગંભીરની આ જ ઓળખ છે: કઠોર, ન્યાયી અને જીત માટે આતુર લીડર.

ગંભીરે ખેલાડી વિકાસ અને નેતૃત્વની પોતાની ફિલોસોફી પર પણ વાત કરી. તેણે કહ્યું કે, ‘ખેલાડીઓને દબાણમાં રાખવાથી તેઓ વધુ મજબૂત બને છે. શુભમન ગિલને ટેસ્ટ કૅપ્ટન તરીકે નિયુક્ત કરવો એ પણ આ જ માનસિકતાનો હિસ્સો હતો, ડીપ સીમાં ફેંકો જેથી તે પોતાની શક્તિ ઓળખી શકે.’

પારદર્શી અને પ્રામાણિક ડ્રેસિંગ રૂમ

ગંભીરે જણાવ્યું કે, ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હવે ખુલ્લાપણું અને પારદર્શિતાની સંસ્કૃતિ છે. આ ખૂબ જ પ્રામાણિક ડ્રેસિંગ રૂમ છે. અહીં કોઈ કંઈ છુપાવતું નથી. બધું સ્પષ્ટ કહી દેવામાં આવે છે. 

ફિટનેસ અને તૈયારીઓ પર ફોકસ

ગંભીરે એ સ્વીકાર્યું કે ટીમ હજુ એ સ્તર સુધી નથી પહોંચી જ્યાં હું તેને જોવા માગું છું, પરંતુ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ આગામી ત્રણ મહિનામાં પોતાના ચરમ પર હશે. T20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે સમય છે. ફિટનેસ અને ફોકસ અમને ત્યાં લઈ જશે જ્યાં અમે પહોંચવા માગીએ છીએ.

આ પણ વાંચો: રવીન્દ્ર જાડેજા CSK છોડે તેવી અટકળો તેજ! ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘ગુમ’ થતાં ફેન્સ પરેશાન

મેસેજ સ્પષ્ટ છે, ટારગેટ માત્ર જીત

ગૌતમ ગંભીરનો મેસેજ પુનરાવર્તિત કરે છે કે ભારતીય ક્રિકેટમાં તકની વાત નથી પરંતુ જીત હાંસલ કરવાની વાત છે. તેની કોચિંગ ફિલોસોફી સ્પષ્ટ છે કે, શિસ્ત, પ્રામાણિકતા અને જીતની ભૂખ જ ટીમ ઇન્ડિયાને 2026ના વર્લ્ડ કપ સુધી લઈ જશે.

Leave a Reply

Your email address will not be published.