આને કહેવાય ક્રિકેટ! 4 બેટર ‘0’ પર આઉટ, 7 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી પછી થયો ‘ચમત્કાર’

Home » Latest Update » આને કહેવાય ક્રિકેટ! 4 બેટર ‘0’ પર આઉટ, 7 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી પછી થયો ‘ચમત્કાર’
આને-કહેવાય-ક્રિકેટ!-4-બેટર-‘0’-પર-આઉટ,-7-રનમાં-અડધી-ટીમ-પેવેલિયન-ભેગી-પછી-થયો-‘ચમત્કાર’

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News

Google News

આને કહેવાય ક્રિકેટ! 4 બેટર '0' પર આઉટ, 7 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી પછી થયો 'ચમત્કાર' 1 - image

SA20 win for Pretoria Capitals from 7/5 : સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી SA20 લીગમાં શનિવાર, 17 જાન્યુઆરીના રોજ એક એવો મુકાબલો જોવા મળ્યો, જે ક્રિકેટ ઇતિહાસમાં ચમત્કારિક વાપસી માટે યાદ રખાશે. જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં પ્રિટોરિયા કેપિટલ્સની ટીમ એક સમયે માત્ર 7 રનમાં 5 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. સ્કોરબોર્ડ ક્રિકેટ કરતાં ફૂટબોલ કે હોકી જેવો લાગી રહ્યો હતો, તેમ છતાં ટીમે અવિશ્વસનીય રીતે મેચ જીતી લીધી.

જ્યારે ક્રિકેટનો સ્કોર ફૂટબોલ જેવો લાગ્યો

આ મેચમાં જોબર્ગ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે શરૂઆતમાં સંપૂર્ણપણે સાચો સાબિત થયો. આન્દ્રે રસેલ, શાઈ હોપ જેવા ધુરંધર બેટ્સમેનો ધરાવતી પ્રિટોરિયા કેપિટલ્સની અડધી ટીમ માત્ર 4.5 ઓવરમાં 7 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ચાર બેટ્સમેનો તો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

‘બેબી એબી’ અને રદરફોર્ડની ચમત્કારિક ભાગીદારી

જ્યારે સૌએ પ્રિટોરિયા કેપિટલ્સની હાર નિશ્ચિત માની લીધી હતી, ત્યારે ‘બેબી એબી’ તરીકે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસ અને શેરફન રદરફોર્ડે મેદાન પર ચમત્કાર કરી બતાવ્યો. બંનેએ ધીરજ અને આક્રમકતાના અદભૂત સમન્વય સાથે ઇનિંગ્સને સંભાળી. બંનેએ ટીમને 100 રનની પાર પહોંચાડી. ડેવાલ્ડ બ્રેવિસે 47 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે શેરફન રદરફોર્ડે 50 બોલમાં 74 રન ફટકાર્યા. આ ભાગીદારીના જોરે પ્રિટોરિયા કેપિટલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 143 રનનો સન્માનજનક સ્કોર ઉભો કર્યો.

બોલરોનો કમાલ, 143 રન પણ બચાવી લીધા

144 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જોબર્ગ સુપર કિંગ્સની ટીમ માટે આ લક્ષ્ય મોટું નહોતું, પરંતુ પ્રિટોરિયા કેપિટલ્સના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને મેચને રોમાંચક બનાવી દીધી. કેપ્ટન કેશવ મહારાજ અને લિઝાડ વિલિયમ્સની ઘાતક બોલિંગ સામે જોબર્ગના બેટ્સમેનો ટકી શક્યા નહીં. બંનેએ 3-3 વિકેટ ઝડપી. જોબર્ગ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 122 રન જ બનાવી શકી અને પ્રિટોરિયા કેપિટલ્સે 21 રને આ ઐતિહાસિક મેચ જીતી લીધી.

Leave a Reply

Your email address will not be published.