ICC On Bangladesh Cricke Board, T20 World Cup 2026 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC) ચેતવણી આપી હોવા છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB), ખેલાડીઓએ અને વચગાળાની સરકારે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડકપમાં રમવાનો ઇન્કાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી બાંગ્લાદેશની ભારતમાં યોજાનારી મેચોનું સ્થળ બદલવામાં નહીં આવે ત્યાં સુધી બીસીબી વર્લ્ડકપમાં ભાગ નહીં લે.
બાંગ્લાદેશ ફરી સુરક્ષાનું બહાનું આપ્યું
બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નરૂલે ખેલાડીઓ સાથે બેઠક કર્યા બાદ આઇસીસી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, આઇસીસીએ બાંગ્લાદેશ સાથે અન્યાય કર્યો છે અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને લેતા નથી. નજરૂલે કહ્યું કે, ‘અમારી સરકાર, ક્રિકેડ બોર્ડ અને ખેલાડીઓનો એક જ મત છે કે, સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરી શકાય.’
અમે દબાણમાં આવી ઝુકીશું નહીં : બાંગ્લાદેશી રમતગમત સલાહકાર
આસિફ નજરૂલે સ્પષ્ટ કહ્યું કે, ‘અમે કોઈપણ દબાણમાં આવીશું નહીં અને ઝુકીશું નહીં. વિશ્વએ સમજવું જોઈએ કે, જો બાંગ્લાદેશ વર્લ્ડકપ નહીં રમે તો તેના શું પરિણામ આવશે. અમે અમારા ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈપણ બાંધછોડ ન કરી શકીએ.
ભારતમાં રમવું સુરક્ષિત નથી : બાંગ્લાદેશ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આજે (22 જાન્યુઆરી) આઇસીસી સાથે બેઠક યોજ્યા બાદ ફરી કહ્યું છે કે, અમારો નિર્ણય અટલ છે. બોર્ડે કહ્યું કે, વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં રમવું સુરક્ષિત નથી અને તેથી ભારતમાં રમાનારી અમારી મેચોનું સ્થળ બદલીને શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે. જોકે આઇસીસીએ પહેલેથી જ સ્પષ્ટ કહ્યું છે કે, ટુર્નામેન્ટની મેચો ભારતમાં જ રમાશે. આઇસીસીએ એવું પણ કહ્યું હતું કે, જો બીસીબીએ ભારતમાં ન રમવું હોય તો તે ટુર્નામેન્ટથી ખસી શકે છે.
આઇસીસીએ ગઈકાલની બેઠકમાં શું કહ્યું હતું
ગઈકાલે (21 જાન્યુઆરી) આઇસીસી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આઇસીસીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, જો બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપમાં ભારતમાં યોજાનાર મેચો ન રમવી હોય તો તેને બહાર થવું પડશે. ગઈકાલે ICCએ બાંગ્લાદેશને એક દિવસનું એટલે કે 22 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ દરમિયાન બાંગ્લાદેશે દલીલ કરી છે કે, આ નિર્ણય અમારી સરકાર કરશે. દલીલ પર ICCએ તેને કહ્યું કે, ‘તમે તમારી સરકારને આઇસીસીનો નિર્ણય કહી દો કે, તેમની ટીમે ભારતમાં જ રમવું પડશે, નહીં તો ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવું પડશે.’
આ પણ વાંચો : યુવા ક્રિકેટરની બંને કિડની ફેલ, જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે, કોચે માગી CM પાસે મદદ
બેઠકમાં ભાગ લેનાર તમામ સભ્યોએ બાંગ્લાદેશને આપ્યો ઝટકો
આઇસીસીએ બાંગ્લાદેશની માંગ પર ચર્ચા કરવા માટે ગઈકાલે જે બેઠક બોલાવી હતી, જેમાં વોટિંગની નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં મોટાભાગના સભ્યોએ મત વ્યક્ત કર્યો છે કે, ‘બાંગ્લાદેશે ભારતમાં જ મેચો રમવી પડશે. બેઠકમાં તમામે સ્પષ્ટ કહ્યું છે કે, જો બાંગ્લાદેશ આનાકાની કરશે તો તેના સ્થાને અન્ય ટીમને તક આપવામાં આવશે.’
બાંગ્લાદેશ હટશે તો સ્કોટલૅન્ડને તક !
મીડિયા રિપોર્ટ મુજબ, જો ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશ આઉટ થઈ જશે તો, આઇસીસી તેના સ્થાને સ્કોટલૅન્ડને ટુર્નામેન્ટ રમવા માટે બોલાવી શકે છે. આઇસીસી ટી20 રેન્કિંગમાં સ્કોટલૅન્ડ 14મા સ્થાને છે. જ્યારે સ્કોટલૅન્ડે હજુ સુધી વર્લ્ડકપમાં ભાગ લીધો નથી.
ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની મેચ
ટી20 વર્લ્ડકપના નિર્ધારીત શેડ્યુલ મુજબ બાંગ્લાદેશની પ્રથમ મેચ સાતમી ફેબ્રુઆરીએ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમાવાની છે. ત્યારબાદ 9મી ફેબ્રુઆરીએ ઈટાલી સામે, 14 ફેબ્રુઆરીએ ઇંગ્લૅન્ડ અને 17 ફેબ્રુઆરીએ નેપાળ સાથે મેચ રમવાની છે. બાંગ્લાદેશની મોટાભાગી મેચો કોલકાતામાં રમાવાની છે.
આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા, ટી20 વર્લ્ડ કપ રમવા પર લટકતી તલવાર

Leave a Reply