6 રનમાં 2 વિકેટ, છતાં 209 રન ચેઝ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ રેકોર્ડની વણઝાર સર્જી

Home » Latest Update » 6 રનમાં 2 વિકેટ, છતાં 209 રન ચેઝ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ રેકોર્ડની વણઝાર સર્જી
6-રનમાં-2-વિકેટ,-છતાં-209-રન-ચેઝ,-ન્યૂઝીલેન્ડ-સામે-ટીમ-ઈન્ડિયાએ-રેકોર્ડની-વણઝાર-સર્જી

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News

Google News

6 રનમાં 2 વિકેટ, છતાં 209 રન ચેઝ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ રેકોર્ડની વણઝાર સર્જી 1 - image

IND vs NZ 2nd T20 Raipur : કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક અણનમ 82 અને ઈશાન કિશનની 76 રનની તોફાની ઇનિંગ્સના જોરે ભારતીય ટીમે રાયપુર T20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે કચડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલા 209 રનના વિશાળ લક્ષ્યને ભારતે માત્ર 15.2 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે ભારતે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

સૂર્યા-ઈશાનનું વાવાઝોડું, 6/2ની સ્થિતિમાંથી જીત

209 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને માત્ર 6 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મેચ સંપૂર્ણપણે ન્યૂઝીલેન્ડના પક્ષમાં જતી દેખાઈ રહી હતી. પરંતુ, ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને મેદાન પર આવીને રમતનું પાસું જ પલટી નાખ્યું. સૂર્યકુમારે માત્ર 37 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 82 રન ફટકાર્યા, જ્યારે ઈશાન કિશને 32 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 76 રનનું યોગદાન આપ્યું. બંનેની આક્રમક બેટિંગ સામે કીવી બોલરો લાચાર દેખાયા.

6 રનમાં 2 વિકેટ, છતાં રચ્યો વિશ્વ રેકોર્ડ

આ જીત સાથે ભારતે એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. T20 આંતરરાષ્ટ્રીયમાં 6 કે તેથી ઓછા રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ આ કોઈપણ ફુલ મેમ્બર ટીમ દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો સફળ રનચેઝ છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો, જેણે 2023માં પાકિસ્તાન સામે 4 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 194 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

સૌથી મોટો રનચેઝ અને સૌથી વધુ બોલ બાકી રહેવાનો રેકોર્ડ

આ T20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનો સંયુક્ત રીતે સૌથી મોટો સફળ રનચેઝ છે. આ પહેલા ભારતે 2023માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનનો જ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ સાથે જ, 200થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કરતી વખતે સૌથી વધુ બોલ બાકી રહેવાનો રેકોર્ડ પણ ભારતે પોતાના નામે કર્યો છે. ભારતે 28 બોલ બાકી રાખીને આ જીત મેળવી.

કીવી બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

આ મેચમાં ભારતીય બેટ્સમેનોની આક્રમકતાનો સૌથી વધુ ભોગ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ઝકારી ફાઉલ્કેસ બન્યા. ફાઉલ્કેસે પોતાના 3 ઓવરમાં 67 રન આપ્યા, જે T20 આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ ન્યૂઝીલેન્ડના બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન છે.

Leave a Reply

Your email address will not be published.