IND vs NZ T20 : ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી શ્રેણી જીતી, અભિષેક-સૂર્યાની ફિફ્ટી, બુમરાહ પણ છવાયો

Home » Latest Update » IND vs NZ T20 : ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી શ્રેણી જીતી, અભિષેક-સૂર્યાની ફિફ્ટી, બુમરાહ પણ છવાયો
ind-vs-nz-t20-:-ભારતે-ન્યૂઝીલેન્ડને-8-વિકેટે-હરાવી-શ્રેણી-જીતી,-અભિષેક-સૂર્યાની-ફિફ્ટી,-બુમરાહ-પણ-છવાયો

India vs New Zealand 3rd T20 Cricket Match Live : ભારતે ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી શ્રેણીમાં શાનદાર જીત મેળવી છે. ટોસ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કિવી ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 155 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીતના મુખ્ય હીરો અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, જેમણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી ફિફ્ટી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહે કિવી બેટરોને ધૂળ ચટાડી હતી. અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં 4 સિક્સ અને 5 ફોરની મદદથી અડધી સદી પૂરી કરી હતી, જે યુવરાજ સિંહના 12 બોલના રેકોર્ડની નજીક પહોંચી ગઈ છે.

ન્યૂઝીલેન્ડનો સ્કોર : સૌથી વધુ ગ્લેન ફિલિપ્સના 48 રન

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 40 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 48 રન બનાવ્યા હતા. માર્ક ચેપમેને 23 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 32 રન, જ્યારે કેપ્ટન મિશેલ સેન્ટનરે 17 બોલમાં 3 ફોર અને 1 સિક્સ ફટકારી 27 રનનું યોગદાન આપ્યું હતું. ડેરીલ મિશેલે 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 14 રન, ટિમ સીફર્ટે 11 બોલમાં 1 ફોર સાથે 12 રન, રચિન રવીન્દ્રએ 5 બોલમાં 1 ફોર સાથે 4 રન, જેકબ ડફીએ 3 બોલમાં 4 રન અને કાઈલ જેમીસને 5 બોલમાં 3 રન કર્યા હતા. આ સિવાય ઇશ સોઢી 5 બોલમાં 2 રન, ડેવોન કોનવે 2 બોલમાં 1 રન અને મેટ હેનરી 1 બોલમાં 1 રન બનાવી શક્યા હતા.

ન્યૂઝીલેન્ડે પહેલી બે ઓવરમાં ગુમાવી બે વિકેટ

ન્યૂઝીલેન્ડની વિકેટો નિયમિત અંતરે પડી હતી. પ્રથમ વિકેટ ડેવોન કોનવેની (2 રન, 0.3 ઓવર) પડી હતી. ત્યારબાદ રચિન રવીન્દ્ર (13 રન, 1.4 ઓવર), ટિમ સીફર્ટ (34 રન, 5.1 ઓવર), માર્ક ચેપમેન (86 રન, 11.6 ઓવર), ડેરીલ મિશેલ (112 રન, 14.4 ઓવર), ગ્લેન ફિલિપ્સ (112 રન, 15.1 ઓવર), કાઈલ જેમીસને (132 રન, 17.2 ઓવર), મેટ હેનરી (134 રન, 17.4 ઓવર) અને અંતે મિશેલ સેન્ટનર (144 રન, 19.1 ઓવર) આઉટ થયા હતા.

બુમરાહની ત્રણ વિકેટ, હાર્દિક-રવિની પણ દમદાર બોલિંગ

ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ મેળવી હતી. હર્ષિત રાણાએ 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવ અને શિવમ દુબે વિકેટ મેળવવામાં સફળ રહ્યા ન હતા.

અભિષેક-સૂર્યાએ ફાસ્ટ ફિફ્ટી ફટકારી માત્ર 10 ઓવરમાં મેચ જીતાડી

ભારત તરફથી અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 68 રન બનાવી વિજય અપાવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ આક્રમક બેટિંગ કરતા 26 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 57 રન ફટકાર્યા હતા. ઇશાન કિશને 13 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 28 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.

સંજુ સેમસન ફરી નિષ્ફળ

ભારતીય ટીમની પ્રથમ વિકેટ સંજુ સેમસનના રૂપમાં શૂન્ય રને પડી હતી (0.1 ઓવર). ત્યારબાદ ઇશાન કિશન 53 રનના સ્કોરે આઉટ થયો હતો (3.2 ઓવર). આ પછી અભિષેક અને સૂર્યકુમારે બાજી સંભાળી લીધી હતી અને ટીમનો સ્કોર 10 ઓવરમાં જ 155 સુધી પહોંચાડી દીધો હતો.

ન્યૂઝીલેન્ડના બોલરોનું કંગાળ પ્રદર્શન

ન્યૂઝીલેન્ડના બોલરો પર ભારતીય બેટરો ભારે પડ્યા હતા. મેટ હેનરીએ 2 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ અને ઇશ સોઢીએ 2 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ લીધી હતી. જેકબ ડફીએ 2 ઓવરમાં 38 રન, કાઈલ જેમીસને 1 ઓવરમાં 17 રન, મિશેલ સેન્ટનરે 2 ઓવરમાં 28 રન અને ગ્લેન ફિલિપ્સે 1 ઓવરમાં 16 રન આપ્યા હતા, પરંતુ તેઓ વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા.

ભારતે પાંચ મેચોમાંથી ત્રણ મેચ જીતી શ્રેણી જીતી

પાંચ મેચોની આ શ્રેણીમાં ભારતે પ્રભુત્વ જાળવી રાખ્યું છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ T20માં ભારતનો શાનદાર વિજય થયો હતો, જ્યારે રાયપુરમાં રમાયેલી બીજી T20માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી 2-0ની સરસાઈ મેળવી હતી. હવે ગુવાહાટીની આ જીત સાથે ભારતે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. હવે શ્રેણીની ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND) : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હર્ષિત રાણા. કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અને વરુણ ચક્રવર્તી

ન્યૂઝીલેન્ડ (NZ) : મિચેલ સેન્ટનર (કેપ્ટન), ટિમ સેફર્ટ, ડેવોન કોનવે (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જેક ફોલ્ક્સ, મેટ હેનરી, ઈશ સોઢી અને જેકબ ડફી

ન્યૂઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ મજબુત

બંને દેશો વચ્ચે આજની મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 28 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારત મજબુત હોવાનું દેખાય છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની કુલ 27 ટી20માંથી 15 મેચો અને ન્યુઝીલેન્ડે 10 મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચ ટાઈ થઈ છે.

Leave a Reply

Your email address will not be published.