IND vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 272 રનનો ટાર્ગેટ, કિવી ટીમનો સ્કોર 66/1

Home » Latest Update » IND vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 272 રનનો ટાર્ગેટ, કિવી ટીમનો સ્કોર 66/1
ind-vs-nz:-ભારતે-ન્યૂઝીલેન્ડને-આપ્યો-272-રનનો-ટાર્ગેટ,-કિવી-ટીમનો-સ્કોર-66/1

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News

Google News

ટીમ ઈન્ડિયાના બોલરોનું શાનદાર પ્રદર્શન, ન્યૂઝીલેન્ડના 8 ખેલાડીઓ પેવેલિયન ભેગા, સ્કોર 180ને પાર 1 - image

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની 5મી અને અંતિમ મેચ આજે (31 જાન્યુઆરી) રમાઈ રહી છે. આ મેચ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરૂવનંતપુરમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈશાન કિશાનની સદી અને સૂર્યાની તોફાની ફિફ્ટીના દમ પર 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે 271 રન બનાવ્યા. ભારતે ન્યૂઝીલેન્ડની સામે 272 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બેટરોએ છેલ્લી 10 ઓવરમાં 169 રન બનાવ્યા. ઈશાન કિશને 43 બોલમાં 103 અને સૂર્યકુમારે 30 બોલમાં 63 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 42 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ ઝડપી.

આ ટક્કર એટલા માટે પણ ખાસ છે કારણ કે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા આઈસીસી T20 વર્લ્ડ કપ પહેલા આ બંને ટીમોની તૈયારી અને પ્રયોગો માટે છેલ્લો મોકો હશે. ત્યારબાદ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સીધા વર્લ્ડકપમાં ઉતરશે. સીરિઝમાં ભારત હાલ 3-1થી આગળ છે, પરંતુ બંની ટીમે વર્લ્ડકપ પહેલા અંતિમ મેચ જીતવાનો પ્રયાસ કરશે.

ન્યૂઝીલેન્ડ ટીમની ઈનિંગ

છઠ્ઠી વિકેટ: બેવોન જૈકબ્સ

ન્યૂઝીલેન્ડની ટીમને 15મી ઓવરમાં વધુ એક ઝટકો લાગ્યો છે. બેવોન જૈકબ્સ માત્ર 7 રન બનાવીને આઉટ થયો. જ્યારબાદ હવે કાઇલ જેમિસન ક્રીઝ પર આવ્યો છે.

પાંચમી વિકેટ: મિચેલ સેન્ટનર

રચિન રવિન્દ્ર આઉટ થયા બાદ એ જ ઓવરના ત્રીજા બોલે મિચેલ સેન્ટનર પણ આઉટ થઈ ગયો હતો. સેન્ટનર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો, જેના કારણે 11મી ઓવરમાં જ ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ચોથી વિકેટ: રચિન રવિન્દ્ર

11મી ઓવર ન્યૂઝીલેન્ડ માટે ઘણી ઘાતક સાબિત થઈ હતી. આ ઓવરના પહેલા જ બોલે રચિન રવિન્દ્ર આઉટ થયો હતો. તેણે ટીમ માટે 30 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તેમની વિકેટ પડતા ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

ત્રીજી વિકેટ: ગ્લેન ફિલિપ્સ

ફિન એલન આઉટ થયા બાદ ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર આવ્યો હતો, પરંતુ તેઓ લાંબુ ટકી શક્યો નહીં. 11મી ઓવરમાં તે ત્રીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. ફિલિપ્સે 6 બોલમાં એક ચોગ્ગાની મદદથી માત્ર 7 રન બનાવ્યા હતા.

બીજી વિકેટ: ફિન એલન

ફિન એલને આક્રમક બેટિંગ કરતા ભારતીય બોલરો પર દબાણ બનાવ્યું હતું, પરંતુ 9મી ઓવરના છેલ્લા બોલે અક્ષર પટેલે તેને આઉટ કર્યો હતો. એલને માત્ર 38 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 80 રનની તોફાની ઇનિંગ રમી હતી.

પહેલી વિકેટ: ટીમ સીફર્ટ 

272 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી. મેચની પહેલી જ ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ટીમ સીફર્ટ માત્ર 5 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

ટીમ ઈન્ડિયાની ઈનિંગ

ટીમ ઈન્ડિયાના બોલરોનું શાનદાર પ્રદર્શન, ન્યૂઝીલેન્ડના 8 ખેલાડીઓ પેવેલિયન ભેગા, સ્કોર 180ને પાર 2 - image

ઈશાન કિશાનના નામે સતત 7 બોલ પર 7 ચોગ્ગા છગ્ગાની ઐતિહાસિક સિદ્ધિ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે એક એવો પરાક્રમ કર્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે. મેચના પહેલા બોલથી જ ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગના મૂડમાં હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ અસલી રોમાંચ તો 12મી ઓવરમાં આવ્યો જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢી બોલિંગ કરવા આવ્યા. ઈશાને આ ઓવરને ટાર્ગેટ કરી રનનો વરસાદ કર્યો હતો.

ઓવરની શરૂઆત વાઈડથી થઈ, ત્યારબાદ ઈશાને સતત 3 ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલે આસમાની છગ્ગો, પાંચમા બોલે ફરી ચોગ્ગો અને છેલ્લે છગ્ગા સાથે ઓવર પૂરી કરી. એક જ ઓવરમાં ઈશાને કુલ 29 રન ઝૂડી નાખ્યા.આ સાથે જ ઈશ સોઢીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો, જે ન્યુઝીલેન્ડ માટે T20I માં બીજી સૌથી મોંઘી ઓવર સાબિત થઈ. ઈશાન કિશન રીતસરનો ન્યૂઝીલેન્ડ પર તૂટી પડ્યો હતો. સોઢીની ઓવર પૂર્ણ થયા બાદ જ્યારે તે પછીની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, ત્યારે તેણે પહેલા જ બોલે છગ્ગો ફટકારી દીધો. આમ, તેણે સતત 7 બોલમાં 7 ચોગ્ગા-છગ્ગા ફટકારવાનો અદભૂત રેકોર્ડ બનાવ્યો હતો.

માત્ર 14 બોલમાં 50 થી 100 સુધીની સફર!

આશ્ચર્યની વાત એ છે કે માત્ર 14 બોલ ઈશાન કિશને 50 રન થી 100 રન સુધી ફટકાર્યા હતા એટલે કે ફિફ્ટી (28 બોલ) જડ્યા બાદ બીજી ફિફ્ટી માત્ર 14 બોલમાં લગાવી હતી. ન્યુઝીલેન્ડ સામે T20માં આ સૌથી ઝડપી સદી છે. ઈશાન કિશને પોતાની 103 રન( 43 બોલ)ની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ભલે તે સદી બાદ તરત આઉટ થઈ ગયો, પણ તેની આ ઈનિંગે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા અને કીવી ટીમ સામે પહાડ જેવો ટાર્ગેટ ઊભો કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.