T20 વર્લ્ડકપ: આ સ્ટાર ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર, ચાહકોના દિલ તૂટ્યાં

Home » Latest Update » T20 વર્લ્ડકપ: આ સ્ટાર ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર, ચાહકોના દિલ તૂટ્યાં
t20-વર્લ્ડકપ:-આ-સ્ટાર-ખેલાડી-આખી-ટુર્નામેન્ટમાંથી-બહાર,-ચાહકોના-દિલ-તૂટ્યાં

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડકપ: આ સ્ટાર ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર, ચાહકોના દિલ તૂટ્યાં 1 - image

T20 World Cup 2026 Australia Squad: ઓસ્ટ્રેલિયાએ 2026 T20 વર્લ્ડ કપ માટે પોતાની ફાઈનલ ટીમનું એલાન કરી દીધું છે. બોર્ડે અગાઉ એક પ્રારંભિક ટીમની પસંદગી કરી હતી, જેમાં પેટ કમિન્સ સામેલ નહોતો. પરંતુ હવે તે ટીમમાંથી બહાર થઈ ગયો છે. પેટ કમિન્સ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. માત્ર કમિન્સ જ નહીં ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રારંભિક ટીમમાં બે ફેરફાર કર્યા છે. તમને જણાવી દઈએ કે, આજે (31 જાન્યુઆરી) ટીમમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ છે.

ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો

માત્ર પેટ કમિન્સ જ નહીં પરંતુ પ્રારંભિક ટીમમાં સામેલ મેટ શોર્ટ પણ ફાઈનલ ટીમનો હિસ્સો નથી. તેના સ્થાને મેટ રેનશૉ અને બેન ડ્વાર્શુઇસની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ચોક્કસપણે અનુભવી બોલર કમિન્સનું બહાર થવું એ ટીમ માટે મોટો ઝટકો છે, પરંતુ મિશેલ માર્શની કેપ્ટનશીપ વાળી આ ટીમ મજબૂત નજર આવી રહી છે. તેમાં ટ્રેવિસ હેડ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા નામો છે, જે તમામ T20 ફોર્મેટના મોટા ખેલાડીઓ છે.

આ પણ વાંચો: ‘ધુરંધર’ના ગીતની દુનિયાભરમાં ધૂમ! Fa9laએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ફાઈનલ ટીમ

મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન ડ્વાર્શુઇસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, મેથ્યુ કુહનેમન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ રેનશૉ, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝામ્પા.

Leave a Reply

Your email address will not be published.