ક્રિકેટ ઈતિહાસની 5 સૌથી ખતરનાક ઓપનિંગ જોડીઓ, જેના મેદાન પર આવતા જ બોલરો ધ્રૂજતા હતા

Home » Latest Update » ક્રિકેટ ઈતિહાસની 5 સૌથી ખતરનાક ઓપનિંગ જોડીઓ, જેના મેદાન પર આવતા જ બોલરો ધ્રૂજતા હતા
ક્રિકેટ-ઈતિહાસની-5-સૌથી-ખતરનાક-ઓપનિંગ-જોડીઓ,-જેના-મેદાન-પર-આવતા-જ-બોલરો-ધ્રૂજતા-હતા

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News

Google News

ક્રિકેટ ઈતિહાસની 5 સૌથી ખતરનાક ઓપનિંગ જોડીઓ, જેના મેદાન પર આવતા જ બોલરો ધ્રૂજતા હતા 1 - image

Top 5 Opening Pairs Cricket History : ક્રિકેટના ઇતિહાસમાં અનેક વિસ્ફોટક ઓપનિંગ જોડીઓ જોવા મળી છે, જેમણે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હોય, પરંતુ આજે એવી 5 ખતરનાક જોડીઓ વિશે જાણીશું જેઓ જ્યારે ક્રિઝ પર આવતા ત્યારે બોલરો થથરી જતા હતા. 

1. મેથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા)

આ લિસ્ટમાં પ્રથમ નંબરે ઓસ્ટ્રેલિયાના બે આક્રમક બેટ્સમેન મેથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટનું નામ આવે છે. વિરોધી ટીમના બોલરો હંમેશા મુંઝવણમાં રહેતા કે, આ બંનેને આઉટ કઈ રીતે કરવા? 2007 વનડે વર્લ્ડ કપની ફાઈનલ આનું સૌથી મોટું ઉદાહરણ છે. શ્રીલંકાની મજબૂત બોલિંગ લાઇનઅપ સામે બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 172 રન બનાવ્યા હતા. મેચ ત્યાં જ ખતમ કરી નાખી હતી.

2. સઈદ અનવર અને આમીર સોહેલ (પાકિસ્તાન)

90 ના દાયકામાં પાકિસ્તાન પાસે માત્ર ઘાતક બોલરો જ નહીં, પણ સઈદ અનવર અને આમીર સોહેલ જેવા ખતરનાક ઓપનર્સ પણ હતા. બંને ડાબોડી બેટ્સમેનો પાસે અદભૂત ટાઈમિંગ હતું. 1996 ના વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલમાં ભારત સામે બેંગલુરુના મેદાન પર આ જોડીએ જે રીતે બેટિંગ કરી હતી તે આજે પણ ક્રિકેટ પ્રેમીઓને યાદ છે. આ જોડી તૂટ્યા બાદ પાકિસ્તાનનું ઓપનિંગ ક્યારેય એટલું મજબૂત બની શક્યું નથી.

3. સનથ જયસૂર્યા અને રોમેશ કાલુવિતરણા (શ્રીલંકા)

90 ના દાયકાના ઉત્તરાર્ધમાં શ્રીલંકાના આ બે ઓપનર્સે ક્રિકેટ રમવાની શૈલી જ બદલી નાખી હતી. પાવરપ્લેનો ઉપયોગ કેવી રીતે કરવો તે દુનિયાને આ જોડીએ શીખવ્યું. તેમની રણનીતિ સ્પષ્ટ હતી – ‘બોલ જુઓ અને સ્ટેડિયમની બહાર મોકલી દો’. એક તરફ જયસૂર્યાની તાકાત હતી તો બીજી તરફ કાલુવિતરણાનો ક્લાસ. 1996 માં શ્રીલંકાએ વર્લ્ડ કપ જીત્યો તેમાં આ જોડીની મુખ્ય ભૂમિકા હતી.

4. હાશિમ અમલા અને ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા)

એક આદર્શ ઓપનિંગ જોડી એ છે જેમાં એક બેટ્સમેન ઇનિંગને સંભાળે અને બીજો એટેક કરે. દક્ષિણ આફ્રિકાની આ જોડીએ બરાબર આ જ કામ કર્યું. અમલા એક છેડેથી વિકેટ સાચવતા હતા, જ્યારે ડી કોક બોલરોની ધોલાઈ કરતા હતા. 2013 થી 2019 દરમિયાન આ જોડીએ ક્રિકેટ જગત પર રાજ કર્યું અને 4000 થી વધુ રન જોડ્યા હતા. જેમાં 11 સદીની ભાગીદારી સામેલ છે.

5. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી (ભારત)

ભારતમાં 90 ના દાયકામાં લોકો ટીવી ત્યાં સુધી જ ચાલુ રાખતા જ્યાં સુધી સચિન અને સૌરવ ક્રિઝ પર હોય. માસ્ટર બ્લાસ્ટરનો ક્લાસ અને ‘દાદા’નું આક્રમણ સામેવાળી ટીમને પરસેવો લાવી દેતું હતું. લેફ્ટ અને રાઈટ હેન્ડ કોમ્બિનેશનને કારણે બોલરો લાઈન-લેન્થ ભૂલી જતા હતા. 1996 થી 2007 દરમિયાન 136 ઇનિંગ્સમાં આ જોડીએ 6609 રન બનાવ્યા, જેમાં 21 સદી અને 23 અડધી સદીની ભાગીદારી સામેલ છે. આ જોડી આજે પણ ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ માનવામાં આવે છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો

Leave a Reply

Your email address will not be published.