34 છગ્ગા, 39 ચોગ્ગા અને 499 રન.., ભારત vs ઈંગ્લેન્ડની સેમિ ફાઈનલમાં રેકોર્ડ્સની વણઝાર

Home » Latest Update » 34 છગ્ગા, 39 ચોગ્ગા અને 499 રન.., ભારત vs ઈંગ્લેન્ડની સેમિ ફાઈનલમાં રેકોર્ડ્સની વણઝાર
34-છગ્ગા,-39-ચોગ્ગા-અને-499-રન.,-ભારત-vs-ઈંગ્લેન્ડની-સેમિ-ફાઈનલમાં-રેકોર્ડ્સની-વણઝાર

T20 World Cup 2026 Records: ICC ટી20 વર્લ્ડ કપ 2026માં ગુરુવારે (5 માર્ચ) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ  ફાઈનલ રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલો આ મુકાબલો છેલ્લી ઓવર સુધી ગયો હતો, જ્યાં ભારતીય ટીમે સાત રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. હવે ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું.

બંને ટીમો થઈને કુલ 499 રન બનાવ્યા

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલામાં કુલ 499 રન બન્યા હતા. ટી20 વિશ્વ કપના ઈતિહાસમાં કોઈ મેચમાં બનાવવામાં આવેલા આ સૌથી વધુ રન છે. ભારત અને ઈંગ્લેન્ડ બંનેના બેટરોએ મળીને કુલ 34 છગ્ગા અને 39 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ટી20 વિશ્વ કપ 2016માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલા મુકાબલામાં કુલ 459 રન બન્યા હતા. જો કે, ટી20 ઈન્ટરનેશનલમાં આ બીજો સૌથી મોટો હાઈસ્કોરિંગ મુકાબલો રહ્યો. આ મામલે સાઉથ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ મુકાબલો ટોપ પર છે. વર્ષ 2023 માં સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં કુલ 517 રન બન્યા હતા.

મેન્સ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સર્વોચ્ચ રન

517 – સાઉથ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023

499 – ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે, 2026

496 – ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, તિરુવનંતપુરમ, 2026

489 – ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, લોડરહિલ, 2016

488 – ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ઓકલેન્ડ, 2018

488 – બલ્ગેરિયા વિરુદ્ધ સર્બિયા, સોફિયા, 2022

ટી20 વિશ્વ કપ મેચમાં સૌથી વધુ છગ્ગા

34 – ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે, 2026 સેમિફાઈનલ

31 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, વાનખેડે, 2026

30 – નેધરલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, સિલ્હટ, 2014

28 – ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે, ચેન્નાઈ, 2026

25 – ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈટાલી, કોલકાતા, 2026

એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા (ટી20 વિશ્વ કપ)

19 – નેધરલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, સિલ્હટ, 2014

19 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, વાનખેડે, 2026

19 – ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે, 2026

17 – ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે, ચેન્નાઈ, 2026

16 – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, બ્રિજટાઉન, 2010

T20 વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનારી ટીમ

88 – ભારત, 2026 માં

76 – વેસ્ટ ઈન્ડિઝ, 2026

72 – સાઉથ આફ્રિકા, 2026

62 – વેસ્ટ ઈન્ડિઝ, 2024

61 – ભારત, 2024

ટી20 વિશ્વ કપના નોકઆઉટ મેચોમાં સર્વોચ્ચ સ્કોર

105 – જેકબ બેથેલ વિરુદ્ધ ભારત, વાનખેડે, 2026 સેમિફાઈનલ

100* – ફિન એલન વિરુદ્ધ સાઉથ આફ્રિકા, કોલકાતા, 2026 સેમિફાઈનલ

96* – તિલકરત્ને દિલશાન વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ધ ઓવલ, 2009 સેમિફાઈનલ

89* – વિરાટ કોહલી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, મુંબઈ વિશ્વ કપ, 2016 સેમિફાઈનલ

89 – સંજુ સેમસન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે, 2026 સેમિફાઈનલ

વર્લ્ડ કપ ઇતિહાસના સર્વોચ્ચ સ્કોર, ભારત બીજા ક્રમે

ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ હજુ પણ શ્રીલંકા (260/6) ન નામે છે, જે 2007માં બન્યો હતો. પરંતુ 2026ની સિઝનમાં ભારતે ઝિમ્બાબ્વે સામે ચેન્નાઈમાં 256/4 રન બનાવીને બીજા ક્રમનું સર્વોચ્ચ ટોટલ નોંધાવ્યું છે.

T20 વર્લ્ડ કપના હાઈએસ્ટ સ્કોર

260/6: શ્રીલંકા વિ. કેન્યા (2007)

256/4: ભારત વિ. ઝિમ્બાબ્વે (2026)

254/6: વેસ્ટ ઈન્ડિઝ વિ. ઝિમ્બાબ્વે (2026)

253/7: ભારત વિ. ઈંગ્લેન્ડ (2026, સેમિફાઈનલ)

246/7: ભારત વિ. ઈંગ્લેન્ડ (2026, સેમિફાઈનલ)

235/5: આયર્લેન્ડ વિ. ઓમાન (2026)

સિક્સરનો નવો ‘કિંગ’ સંજુ સેમસન

ભારત તરફથી એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ હવે સંજુ સેમસન (16 સિક્સર) ના નામે છે. તેણે રોહિત શર્મા (15) ને પાછળ છોડી દીધો છે. આ સાથે જ ભારતે આ સિઝનમાં કુલ 88 સિક્સર ફટકારીને પોતાની આક્રમક રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. બીજી તરફ એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ (19 સિક્સર) હવે સંયુક્ત રીતે નેધરલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતના નામે છે.

ભારત માટે એક એડિશનમાં સૌથી વધુ સિક્સર

સંજુ સેમસન (2026): 16

રોહિત શર્મા (2024): 15

શિવમ દુબે (2026): 15

ઈશાન કિશન (2026): 14

હાર્દિક પંડ્યા (2026): 14

આ પણ વાંચો: VIDEO : અક્ષર પટેલની અદભૂત ફિલ્ડિંગ : બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ પકડ્યો

ટીમ ઈન્ડિયા: 250+ સ્કોરનું મશીન

પુરુષોની ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 250 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ભારતના નામે છે. ભારતે અત્યાર સુધી 6 વખત આ સિદ્ધિ મેળવી છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદ (5 વખત) કરતા પણ વધુ છે.

6 – ઈન્ડિયા

5 – SRH

3 – વેસ્ટ ઈન્ડિઝ

3 – ઝિમ્બાબ્વે

Leave a Reply

Your email address will not be published.