ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ 6ના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ભારતીય નૌસેનાને આ દુર્ઘટનાની જાણ થતાં જ તે મદદ માટે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર, ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા એમટી યી ચેંગ 6 જહાજમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી. આ આગની જાણકારી ઓમાનની ખાડીમાં તૈનાત INSTabar જહાજને મળી હતી. તેણે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. INSTabar જહાજમાં તૈનાત ભારતીય નૌસેનાના 13 જવાનો અને પાંચ ક્રૂ સભ્યોએ પ્રારંભિક ધોરણે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે, પલાઉ એ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે.

Leave a Reply