કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે.
નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના ડેટાને ડિકોડ કરવા માટે વિદેશ મોકલવામાં આવતો હતો, જ્યારે આ વખતમાં ભારતે પહેલી વખત પોતે ડેટા ડિકોડ કર્યો છે – જેને તેમણે “અદભૂત કામ” ગણાવ્યું.
આ પહેલા Wall Street Journal અને Reuters જેવા અમેરિકન મીડિયા રિપોર્ટ્સે પાયલટની ભૂલને દુર્ઘટનાનું કારણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં નાયડુએ કહ્યું કે, ‘પ્રારંભિક રિપોર્ટ તો આવી ગયો છે, પણ અંતિમ રિપોર્ટ આવવાની રાહ જોવી જોઈએ.
કોઈપણ પ્રકારના ઉતાવળભરા નિવેદનો ટાળવા જરૂરી છે.’ તેમણે પશ્ચિમી મીડિયા તેમજ અન્ય તમામ પક્ષોને ચેતવણી આપી હતી કે, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તપાસની આખી પ્રક્રિયાને સમય આપવામાં આવે.

Leave a Reply