એકતરફી પ્રેમમાં યુવતીએ લગ્ન નક્કી કરતા મામાએ ભાણેજ પર કર્યો એસિડ એટેક, પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપ્યો

એકતરફી પ્રેમમાં યુવતીએ લગ્ન નક્કી કરતા મામાએ ભાણેજ પર કર્યો એસિડ એટેક, પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપ્યો

ઉત્તર પ્રદેશ: ભદોહીના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એકતરફી પ્રેમમાં માથું ફરેલ યુવકે પોતાની દૂરની સંબંધમાં લાગતી ભાણેજ પર એસિડ ફેંકી દીધું. આરોપી મુકેશને છોકરીના લગ્ન નક્કી થયા હોવાની જાણ થતા તે ક્રોધિત થયો હતો અને લગ્ન તોડાવવા માટે પ્લાનિંગ શરૂ કર્યું.

પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે આરોપી મુકેશ છોકરીના ઘરે પહોંચ્યો અને તે સમયે છોકરી સૂતી હતી. મુકેશે બારીમાંથી એસિડ ફેંકી દીધું, જેના કારણે યુવતીના ચહેરા અને હાથ પર ગંભીર દાઝા પડ્યા. યુવતીના ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડી. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવામા આવ્યુ છે.

આરોપીને પકડવા પોલીસે ખાસ ટીમ ગોઠવી અને બાતમી આધારે વાહન ચેકિંગ શરૂ કર્યું. આ દરમિયાન મુકેશને રોકવાનો પ્રયાસ કરતા તેણે પોલીસ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસએ સ્વ-બચાવમાં ગોળી ચલાવી, જે મુકેશના પગમાં વાગી. બાદમાં તેને ઘાયલ અવસ્થામાં કાબૂમાં લેવામાં આવ્યો અને ઔરાઈ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે.

એડિશનલ એસપી શુભમ અગ્રવાલે જણાવ્યું કે, “આરોપી યુવકે એકતરફી પ્રેમમાં આ પગલું ભર્યું હતું. હાલ તેની સારવાર ચાલી રહી છે અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”

 

Leave a Reply

Your email address will not be published.