વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા

ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં 69 યુનિટો પર ચેકિંગ કરવામાં આવી.

તપાસ દરમિયાન કેસરી, ચોકલેટ, બુંદીના લાડુ, રાસબેરી, મલાઈ મોદક, ઘી, ગાયનું દુધ, સનફ્લાવર ઓઇલ, સેવ, પનીર, મસાલા, મોતીચુરના લાડુ, ગુજીયા, માવો, હળદર પાવડર, ધાણા પાવડર, કેસરી બરફી સહિત 59 નમૂનાઓ લઇને પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલાયા.

વ્યવસાયો દ્વારા મિઠાઈ અને ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવો, બરફી, ઘી, કપાસીયા તેલ, પામોલીન તેલ, સીંગતેલ વગેરેના લેબલ ગ્રાહકોને દેખાડવા સુચના આપવામાં આવી હતી.

સાથે જ, વેપારીઓને પોતાની દુકાનોમાં સ્વચ્છતા જાળવવા અને હાયજિન પર ખાસ ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી છે, જેથી ઉત્સવ દરમિયાન ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

 

Leave a Reply

Your email address will not be published.