જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા

જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક દુર્ઘટના બની. સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં આવેલું ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું, જેના કારણે સમગ્ર મકાન પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયું.

આ દુર્ઘટનામાં 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના કરુણ મોત થયા, જ્યારે સાત લોકો કાટમાળમાં દટાયા હતા. સ્થાનિક લોકો અને રાહતદળના ઝડપી પ્રયાસોથી પાંચ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી એકને ગંભીર હાલતમાં SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દુર્ઘટના રાત્રે લગભગ 12 વાગ્યે બની હતી. ઘટના અંગે જાણ થતા જ પોલીસ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. કાટમાળ ખોદવા માટે JCB સહિતનાં સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published.