ઈંગ્લેન્ડે વનડે ક્રિકેટમાં 342 રનની સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ભારત બે વખત ટોપ-5માં

ઈંગ્લેન્ડે વનડે ક્રિકેટમાં 342 રનની સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ભારત બે વખત ટોપ-5માં

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વનડે ઇતિહાસનો સૌથી મોટો વિજય હાંસલ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાઉથથેમ્પટનમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 342 રનથી હરાવીને રનની દ્રષ્ટિએ ODI ક્રિકેટની સૌથી મોટી જીતનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે ભારતને પાછળ ધકેલીને પ્રથમ ક્રમ મેળવી લીધો છે.

ટીમ ઈન્ડિયા હવે બીજા ક્રમે છે. 2023માં તિરુવનંતપુરમમાં ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું, જે તે સમયે સૌથી મોટી ODI જીત હતી. ખાસ વાત એ છે કે ભારત ટોપ-5 યાદીમાં બે વખત સામેલ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રનથી હરાવીને પાંચમા ક્રમે સ્થાન મેળવ્યું હતું. ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે એક જ વર્ષમાં બે વખત 300થી વધુ રનની જીત નોંધાવી છે.

આ યાદીમાં ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે. 2023માં દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. ચોથા ક્રમે ઝિમ્બાબ્વે છે, જેણે 2023માં યુએસએને 304 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

જોકે, ટોપ-5માં ભારત બે વખત સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયા વનડે મેચમાં 302 રન સાથે આ યાદીમાં પાંચમા ક્રમે પણ છે. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવી હતી. ભારત એકમાત્ર દેશ છે, જેણે એક વર્ષમાં બે વખત 300થી વધુ રન સાથે જીત હાંસલ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.