દિલ્હી નજીક ફરિદાબાદમાં એસી બ્લાસ્ટથી એક જ પરિવારના 3 સભ્યોનાં દુર્ઘટનાજનક મોત

દિલ્હી નજીક ફરિદાબાદમાં એસી બ્લાસ્ટથી એક જ પરિવારના 3 સભ્યોનાં દુર્ઘટનાજનક મોત

દિલ્હી નજીક હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં રવિવારે મોડી રાત્રે હૃદયદ્રાવક ઘટના બની. ગ્રીન ફિલ્ડ કોલોની સ્થિત એક ફ્લેટમાં એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા જ્યારે તેમનો પાલતુ શ્વાન પણ જીવ ગુમાવ્યો.

જોરદાર ધડાકા બાદ ઘરમાં ધૂમાડો ફેલાઈ ગયો અને ગૂંગળામણને કારણે પરિવારના સભ્યો બહાર નીકળી શક્યા નહોતા. ઘટનામાં સચિન કપૂર, તેમની પત્ની રિંકુ કપૂર અને દીકરી સુજાન કપૂરનું મોત થયું. અચાનક બનેલી આ દુર્ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને શોકનો માહોલ પેદા કર્યો છે.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અચાનક જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ મકાનમાંથી ધૂમાડો અને આગ નીકળવા લાગી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલાં જ આગ અને ધૂમાડાએ ઘરને ઘેરી લીધું હતું. ગૂંગળામણ અને આગની ઝપેટમાં આવતા ત્રણેયના મોત થયા.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સ્તબ્ધતા અને શોક છવાયો છે, જ્યારે સ્થાનિકો પરિવારને થયેલી આ કરુણ દુર્ઘટનાથી હચમચી ગયા છે.

 

Leave a Reply

Your email address will not be published.