બેંગલુરુ: પંજાબ નેશનલ બેંકમાં 12,000 કરોડ રુપિયાના કૌભાંડ મામલે આરોપી, 66 વર્ષીય બિઝનેસમેન મેહુલ ચોક્સીનું બેલ્જિયમમાંથી ભારત પ્રત્યાર્પણ થવાનું છે.
એન્ટવર્પમાં કાર્યવાહી દરમિયાન ધરપકડ બાદ ભારતે તેમના પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. ભારતીય વહીવટી તંત્રએ બેલ્જિયમને ખાતરી આપી છે કે, મેહુલ ચોક્સીને મુંબઇ માં માનવ અધિકારોને અનુરૂપ આર્થર જેલમાં રાખવામાં આવશે.
ભારતે જણાવ્યું છે કે, ચોક્સીને આર્થર જેલમાં બેરેક નંબર 12માં રાખવામાં આવશે જ્યાં તેમને સ્વચ્છ સડડી, ઓશીકું, ચાદર અને ધાબળો આપવામાં આવશે. જરૂર પડે તો લાકડાં કે લોખંડનો પલંગ પણ ઉપલબ્ધ થશે.

તેમના વકીલના જણાવ્યા અનુસાર, ચોક્સીને કેન્સર જેવી ગંભીર બીમારી છે, તેથી તેમના સ્વાસ્થ્યની યોગ્ય દેખરેખ મહત્વપૂર્ણ છે. જેલમાં તેમને 24 કલાક મેડિકલ સુવિધા, સ્વચ્છ પાણી અને સારું ભોજન આપવામાં આવશે. બેરેકની સફાઈ નિયમિત રીતે થશે અને લાઇટ અને હવાની વ્યવસ્થા સંપૂર્ણ રહેશે.
રોજ એક કલાકથી વધુ સમય માટે તેઓ કસરત, ફરવા અને મનોરંજન માટે બહાર જઈ શકશે. ઉપરાંત, તેમની વિશિષ્ટ ડાયટ જરૂરિયાત મુજબ પૂરી કરવામાં આવશે.

Leave a Reply