ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ

ફ્રાન્સમાં નવા વડાપ્રધાન સામે લોકોનો બળવો: પેરિસમાં હિંસક પ્રદર્શન, 200ની ધરપકડ

ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા વધતી જઈ રહી છે કારણ કે દેશમાં ચોથી વાર વડાપ્રધાન બદલાતા જનતા નારાજ છે. બુધવારે પેરિસ સહિત અનેક શહેરોમાં લોકો મોટા પાયે રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું.

પ્રદર્શનકારોએ રસ્તાઓ અવરોધી નાખ્યા અને અનેક જગ્યાએ જાહેર સંપત્તિને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને બેરિકેડ્સ મૂક્યા હોવા છતાં ભીડ બેકાબૂ બની.

ગૃહ મંત્રી બ્રૂનો રિટેલેઉે જણાવ્યું કે માત્ર શરૂઆતના કલાકોમાં જ લગભગ 200 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ શહેર રેનેસમાં એક બસને આગ લગાવવામાં આવી હતી જ્યારે દક્ષિણ-પશ્ચિમમાં વીજ લાઇનને નુકસાન પહોંચતા ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. મંત્રીએ વિરોધકારીઓ પર દેશમાં વિદ્રોહનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો.

જોકે શરૂઆતમાં આંદોલન માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત હતું અને હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા હતા, પરંતુ ધીમે ધીમે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા. સરકારના જણાવ્યા મુજબ 80,000 પોલીસકર્મીઓને તહેનાત કર્યા છતાં ભીડે બેરિકેડ્સ તોડી અને તોફાન મચાવ્યો. પ્રદર્શનકારોએ સરકારને ચેતવણી આપી છે કે તેઓ દેશવ્યાપી હડતાલ કરી સમગ્ર તંત્રને ઠપ્પ કરી દેશે.

 

Leave a Reply

Your email address will not be published.