સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વધતા પ્રદૂષણના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્વચ્છ હવાનો અધિકાર ફક્ત દિલ્હી-એનસીઆર સુધી મર્યાદિત રહી શકતો નથી, પરંતુ આખા દેશના નાગરિકોને મળવો જોઈએ.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું કે, ગયા વર્ષે શિયાળામાં અમૃતસરની મુલાકાતે ગયાં ત્યારે ત્યાંનું પ્રદૂષણ દિલ્હી કરતાં પણ ગંભીર હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય તો તે આખા દેશમાં લાગુ થવો જોઈએ.
આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તે અરજીની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં 3 એપ્રિલ, 2025ના આદેશને પડકારવામાં આવ્યો હતો. તે આદેશ મુજબ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ, સંગ્રહ, પરિવહન અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન સીનિયર ઍડ્વોકેટ અપરાજિતા સિંહે દલીલ કરી કે ઉચ્ચ વર્ગ પ્રદૂષણ ટાળવા માટે દિલ્હીની બહાર જતો રહે છે અને આ પ્રતિબંધો સામાન્ય લોકોને અસર કરે છે.
અંતે, સુપ્રીમ કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં પ્રતિભાવ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પ્રદૂષણ પર નિયંત્રણ માટે ફટાકડાના પ્રતિબંધને થોડા મહિના પૂરતા મર્યાદિત રાખવાથી કોઈ હેતુ સિદ્ધ થતો નથી.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ દેશભરના અનેક શહેરોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇન્દોર, અમરાવતી અને દેવાસ ટોચના સ્થાન પર છે, જ્યારે આગ્રા અને સુરત ત્રીજા સ્થાને છે.
આગામી વર્ષથી શહેરોના વોર્ડ લેવલ પર પણ વાયુ પ્રદૂષણ નિયંત્રણના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવામાં આવશે.

Leave a Reply