IND vs PAK In Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રાત્રે 8 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી છે. એશિયા કપ 2025માં યોજાનારી આ મેચને લઈને દેશમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. પહલગામ આતંકવાદી હુમલા પછી આ પહેલીવાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાશે. પરંતુ દેશમાં આ મેચનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. લોકો ટીવી અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર આ મેચ જોવાનો પણ વિરોધ કરી રહ્યા છે. પરંતુ જો ટીમ ઈન્ડિયા છેલ્લી ઘડીએ રમવાનો ના પાડે તો પણ શું ભારત સુપર-4 માટે ક્વોલિફાય થશે કે નહીં, ચાલો જાણીએ.
આ પણ વાંચો: Ind vs Pak : આજે ભારત-પાકિસ્તાનની મેચમાં અસલી ગેમચેન્જર બનશે આ 10 ખેલાડી
ભારત છેલ્લી ઘડીએ રમવાનો ઇનકાર કરે છે, તો શું?
એશિયા કપ 2025માં હાલમાં લીગ સ્ટેજ મેચ ચાલી રહી છે. આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ભારતે UAE સામે પહેલી મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન પણ તેની પહેલી મેચમાં ઓમાન સામે જીત્યુ હતું. જો ટીમ ઈન્ડિયાને છેલ્લી ઘડીએ પાકિસ્તાન સામે રમવાની ના પાડે તો પણ ભારત એશિયા કપના સુપર-4માં પહોંચી શકે છે.
ભારતને લીગ સ્ટેજમાં ત્રણમાંથી બે મેચ જીતવી જરુરી
ભારત પહેલાથી જ UAE સામે જીતી ચૂક્યું છે. હવે ભારતને લીગ સ્ટેજમાં ત્રણમાંથી બે મેચ જીતવી જરુરી છે. પાકિસ્તાન ઉપરાંત ટીમ ઈન્ડિયાનો ઓમાન સાથે પણ એક મેચ હશે અને જો ભારતીય ટીમ ઓમાનને હરાવે છે, તો તે પાકિસ્તાન સાથે રમ્યા વિના સરળતાથી સુપર-4 માટે ક્વોલિફાય થઈ જશે. ભારતને એક મેચ જીત્યા પછી જ નેટ રન રેટ (NRR)+10.483 છે.
ગ્રુપ-A માંથી બે ટીમો સુપર-4 માં પહોંચશે. જો ભારત સિવાય, પાકિસ્તાન પણ સુપર-4 માં પહોંચે છે, તો પાકિસ્તાન ફરી એકવાર ટીમ ઈન્ડિયા સામે ઉભું રહેશે અને જો ભારતને એશિયા કપ 2025 ની ફાઇનલમાં પહોંચવું હોય, તો ત્યારે પાકિસ્તાનને હરાવવું જરૂરી બની જાય છે.
આ પણ વાંચો: ‘પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી’, IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ
BCCI એ પોસ્ટ શેર કરી
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત-પાકિસ્તાન મેચ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ વીડિયો સાથે એક કેપ્શન આપવામાં આવી છે, ‘બધું સેટ છે અને અમે ગર્જના કરવા માટે તૈયાર છીએ’. મેચ પહેલા ભારત સરકાર અને BCCI એ ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી દીધી છે અને મેચ રદ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે, ભારત-પાકિસ્તાન મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈમાં રમાશે.

Leave a Reply