ચહલને ડર છે કે હું દુનિયાને સત્ય જણાવી દઇશ’, અફેરની અફવાઓ પર ધનશ્રી વર્માનો જવાબ

Home » Latest Update » ચહલને ડર છે કે હું દુનિયાને સત્ય જણાવી દઇશ’, અફેરની અફવાઓ પર ધનશ્રી વર્માનો જવાબ
ચહલને-ડર-છે-કે-હું-દુનિયાને-સત્ય-જણાવી-દઇશ’,-અફેરની-અફવાઓ-પર-ધનશ્રી-વર્માનો-જવાબ

Dhanashree Verma: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી અલગ થયા પછી ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સતત ચર્ચામાં રહી છે. હાલમાં જ તે અશ્નીર ગ્રોવરના શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં જોવા મળી રહી છે, જ્યાં તેણે છૂટાછેડા અને તેમના અફેર સાથે જોડાયેલી અફવા પર ખુલ્લીને વાત કરી હતી. 

આ પણ વાંચો: એશિયા કપમાં ‘નો હેન્ડશેક’ વિવાદમાં પાકિસ્તાનનું નાટક: પહેલા બોયકોટની ધમકી અને પછી મેચ રમવા રાજી

‘આ બધી માત્ર બનાવટી વાર્તાઓ છે’

ધનશ્રી અને ચહલના છૂટાછેડા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ઘણા લાંબા સમય સુધી એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની વચ્ચે બેવફાઈ અને ભરણપોષણને લઈને વિવાદ થયો હતો. શોમાં અરબાઝ પટેલ સાથેની વાતચીત દરમિયાન જ્યારે આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ધનશ્રીએ કહ્યું, ‘આ જે છૂટાછેડાને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે, આ બધી માત્ર બનાવટી વાર્તાઓ છે. હું ક્યારની તે ભૂલી ગઈ છું. બહારની દુનિયા હંમેશા અફવાઓ ફેલાવશે, પરંતુ અંદરનું સત્ય વાસ્તવિક હોય છે. મારે ઘણીવાર મારા સંઘર્ષ વિશે લોકોને સમજાવવા પડ્યા છે.’

‘તેને ડર છે કે, જો હું મારું મોં ખોલીશ તો બધી વાતો બહાર…’

જ્યારે અરબાજે ઈશારો કર્યો કે, ચહલ હાલમાં કોની સાથે છે, તો ધનશ્રીએ તેના પર કોઈ ટિપ્પણી કરવાની મનાઈ કરી દીધી હતી.પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તમે તેની સાથે છેતરપિંડી કરી છે, ત્યારે ધનશ્રીએ તીખા શબ્દોમાં જવાબ આપ્યો, ‘એ તો ફાલતુ બકવાસ વાતો ફેલાવશે. તેને ડર છે કે જો હું મારું મોં ખોલીશ તો બધી વાતો બહાર આવી જશે. જો હું તમને એક એક સચ્ચાઈ કહેવા જઈશ તો, એક પછી એક, આ શો પણ તમને મામૂલા લાગશે.’

‘મેં મારા સંબંધોમાં ઘણું સહન કર્યું છે’

ધનશ્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે, ‘હાલમાં મારે ક્યાંય પણ સંબંધો બનાવવાનો ઈરાદો નથી. મેં મારા સંબંધોમાં ઘણું સહન કર્યું છે.  હવે મારા જીવનમાં કોઈની જરૂર નથી. હું આ ઈન્ડસ્ટ્રીની સ્ત્રી સલમાન ખાન બની રહેવા માંગુ છું.’

‘આજે પણ હું તે સંબંધોની ગરિમા સમજુ છું’

તેણે ચહલ પર છૂટાછેડા પછી કોઈ સમ્માન ન રાખવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘સંબંધોમાં રહેતા એક બીજાનું સમ્માન રાખવું જરુરી છે. હું ઈચ્છતી તો તેને નીચું બતાવી શકતી હતી, પરંતુ મેં હંમેશા તેનું સમ્માન રાખ્યું છે, કારણ કે તે મારો પતિ હતો. આજે પણ હું તે સંબંધોની ગરિમા સમજુ છું.’

આ પણ વાંચો: ‘નકવીના હાથથી ટ્રોફી નહીં લઉં’, એશિયા કપ ફાઈનલ પહેલા સૂર્યકુમાર યાદવની શરત, ફરી પાકિસ્તાનની ફજેતી

ધનશ્રી અને ચહલના 2020માં લગ્ન થયા હતા

ધનશ્રી અને ચહલની મુલાકાત વર્ષ 2020માં થઈ હતી અને એ જ વર્ષ તેમણે લગ્ન કરી લીધા હતા. પરંતુ 2023માં તેમના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા અને ફેબ્રુઆરી 2025માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. 

Leave a Reply

Your email address will not be published.