રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે

રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં આવી માહિતી આપી રહ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું, “હવે અંદરની માહિતી બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય મળતી ન હતી. ભારતના યુવાનો મત ચોરી સહન નહીં કરે. એકવાર યુવાનોને ખબર પડશે કે મત ચોરી થઈ રહી છે, તો તેઓ તેને રોકવા આગળ આવશે.”

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પુરાવા સાથે આ મુદ્દે મોટું ખુલાસું કરશે. “હું પાયો નાખી રહ્યો છું, ટૂંક સમયમાં ‘હાઇડ્રોજન બોમ્બ’ ફોડવામાં આવશે જેમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં હશે,” એમ તેમણે જણાવ્યું.

રાહુલે ચૂંટણી પંચને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું કે કર્ણાટક સીઆઈડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સાત દિવસમાં આપવા પડશે, નહીં તો જનતાનો વિશ્વાસ ચૂંટણી પંચ પરથી ઊંડી અસર પામશે.

તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી કમિશનર મત ચોરીની સંપૂર્ણ જાણ રાખે છે છતાં કાર્યવાહી કરવા બદલે જવાબદાર લોકોને બચાવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published.