મુંબઈમાંથી મોટી ખબર સામે આવી છે કે બોમ્બે હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
વહેલી સવારે ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી. હાઈકોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને કોર્ટ આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કશું શંકાસ્પદ મળ્યું નથી.
આ બીજી વખત છે જ્યારે બોમ્બે હાઈકોર્ટને આવી ધમકી મળી છે.

તાજેતરમાં પણ સમાન પ્રકારની ધમકી મળી હતી, જેના કારણે હાઈકોર્ટને ખાલી કરાવીને વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહોતી.
મુંબઈ પોલીસે જણાવ્યું છે કે કોર્ટનું નિયમિત કામકાજ તપાસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે અને ઈમેલ મોકલનારના આઈપી એડ્રેસ તથા સ્થાનની શોધખોળ ચાલી રહી છે.

સતત ધમકીઓના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે અને કોર્ટની સુરક્ષા કડક કરવામાં આવી છે.

Leave a Reply