3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે મોટાભાગની આવશ્યક વસ્તુઓ સસ્તી થશે.
લોકોમાં એક મોટો સવાલ LPG સિલિન્ડરના ભાવને લઈને છે. હાલ સરકાર ઘરેલુ LPG સિલિન્ડર પર 5% અને કોમર્શિયલ સિલિન્ડર પર 18% GST વસૂલ કરે છે.

GST કાઉન્સિલે LPG પરના GST દરમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી, એટલે કે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. કોમર્શિયલ LPG પર 18% GST લાગુ છે કારણ કે તેનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં થાય છે.
GST કાઉન્સિલના આ સુધારા 2017 પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવવામાં આવી રહ્યો છે.
FMCG, આરોગ્યસંભાળ ઉત્પાદન, શૈક્ષણિક સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ, કૃષિ સાધનો, વીમા, ઓટોમોબાઇલ અને ઠંડા પીણાં સહિત અનેક ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે. સુપર લક્ઝરી કાર પર પણ GST દર ઘટાડીને 40% કરવામાં આવ્યો છે.

Leave a Reply