GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન

GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નું ઉદ્ઘાટન કર્યું તેમજ NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “GST દેશ ચલાવવા માટે છે, દેશની જનતાને લૂંટવા માટે નહીં.”

અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની જરૂરિયાત કરતાં વધુ ટેક્સ વસૂલવામાં આવશે નહીં અને જો એવો કોઇ ટેક્સ હશે તો તેને ઘટાડવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે પહેલી નવરાત્રિથી નવા GST દરો અમલમાં આવ્યા છે અને કેટલીક વસ્તુઓ પર GST શૂન્ય કરાયો છે. ઉપરાંત, દેશમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ શૂન્ય કરાયો છે, જે આઝાદી બાદ પહેલીવાર થયું છે.

કાર્યક્રમ બાદ અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ગાંધીનગરમાં ગટર અને પાણીની લાઈનના કામો તેમજ ટ્રંક લાઈન સંબંધિત પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદ અને ગાંધીનગરના વિકાસ કામોની પ્રગતિ વિશે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સાંજે અમિત શાહ માણસામાં બહુચરાજી માતાના મંદિરે દર્શન કરશે અને ગાંધીનગરમાં જાહેર ગરબા મહોત્સવમાં હાજરી આપશે.

 

Leave a Reply

Your email address will not be published.