ફૂટબોલના મેદાન પર પણ પાકિસ્તાની ખેલાડીની અણછાજતું વર્તન, જોકે હાર બાદ મોઢું ઉતરી ગયું

Home » Latest Update » ફૂટબોલના મેદાન પર પણ પાકિસ્તાની ખેલાડીની અણછાજતું વર્તન, જોકે હાર બાદ મોઢું ઉતરી ગયું
ફૂટબોલના-મેદાન-પર-પણ-પાકિસ્તાની-ખેલાડીની-અણછાજતું-વર્તન,-જોકે-હાર-બાદ-મોઢું-ઉતરી-ગયું

India VS Pakistan Football 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં, પણ ફૂટબોલના મેદાન પર પણ જેવા મળ્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) અંડર 17 ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ ફૂટબોલના મેદાન પર પણ પાકિસ્તાની ખેલાડીની અણછાજતું વર્તન કર્યું હતું. પરંતુ ક્રિકેટની જેમ ભારતે ફૂટબોલની મેચ જીતીને પાકિસ્તાનનું મોઢું બંધ કરાવી દીધું હતું.

પાકિસ્તાના ફૂટબોલરની અણછાજતું વર્તન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફૂટબોલની મેચ કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમ તરફથી 21મી મિનિટમાં દાલ્લુમુઆન ગાન્ટે ગોલ કર્યો હતો. 12 મિનિટ પછી પાકિસ્તાનના મોહમ્મદ અબ્દુલ્લાએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો. આ ગોલ કર્યા પછી તેણે ચા પીવાની નકલ કરી હતી.

મોહમ્મદ અબ્દુલ્લાના અણછાજતું વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે લોકોએ તેનું આ વર્તન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે જોડી દીધું, જે 2019માં પાકિસ્તાનમાં ફસાયેલા હતા. તે દરમિયાન પૂછપરછ દરમિયાન અભિનંદન વર્ધમાન ચા પીતા હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, પાકિસ્તાની ખેલાડીએ અભિનંદનની મજાક ઉડાવી છે અને આ અયોગ્ય છે.

આ પણ વાંચો: …જ્યારે ધોનીએ શ્રીલંકા સામે ‘ગન સેલિબ્રેશન’ કર્યું હતું, અનેક ખેલાડીઓ પણ રહ્યા છે ચર્ચામાં

ભારતે મેચ જીતીને જવાબ આપ્યો

ભારતીય ટીમ પાકિસ્તાનને વિજયનો સ્વાદ ન ચાખવા દીધો હતો. મેચનો બીજા ભાગ ખૂબ જ રોમાંચક રહ્યો હતો, ભારતે 63મી મિનિટે ગનલેબા વૈકેપમના ગોલથી ફરીથી લીડ મેળવી લીધી. જોકે, સાત મિનિટ પછી જ હમઝા યાસિરે પાકિસ્તાન માટે બરાબરી કરી. ભારતે હાર માની નહીં મેચ 3-2થી જીતી. આ જીત સાથે, ભારત ગ્રુપ બીમાં ટોચ પર રહ્યું અને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. પાકિસ્તાન સામે આ ભારતનો સૌથી મોટો જવાબ હતો.

Leave a Reply

Your email address will not be published.