![]() |
Image Source: IANS
Asia Cup 2025: ભારતીય ટીમના ઓલરાઉન્ડર અભિષેક શર્માએ એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે કમાલની બેટિંગ કરી હતી. તેણે દુબઈના મેદાનમાં 172નો ટાર્ગેટ ચેઝ કરતા 39 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેને 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. અભિષેકને તેના દમદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઑફ ધ મેચ’નો ખિતાબ મેળવ્યો હતો. આ મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેકને એક તીખો સવાલ પૂછ્યો હતો, જો કે સૂર્યા આ સવાલ પૂછીને ફસાઈ ગયો કારણકે અભિષેકે જ્યારે જવાબ આપ્યો તો કેપ્ટનનું રિએકશન જોવાલાયક હતું. BCCIએ સોમવારે સૂર્યકુમાર અને અભિષેકની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
સૂર્યકુમારે સવાલ પૂછ્યો કે, ‘અમે સાંભળ્યું છે કે તમે સારી બોલિંગ કરો છો, શું આ ટુર્નામેન્ટમાં તમારી બોલિંગ જોવા મળશે?’ અભિષેકે આનો જવાબ ખૂબ જ રસપ્રદ હતો. અભિષેકે કહ્યું, ‘જેમ-જેમ આ ટુર્નામેન્ટ આગળ જશે, મને લાગે છે કે અમારો કેપ્ટન છે, તેને મારા પર વિશ્વાસ છે. મને પણ મારા પર પૂરો વિશ્વાસ છે’ આ જવાબ આપ્યા બાદ સૂર્યાએ હસતા કહ્યું કે, ‘હું શોધી રહ્યો છું, કોણ છે તે કેપ્ટન જે તમને બોલિંગ આપશે.’ ત્યારે અભિષેક પણ હસતાં મોઢે કહે છે કે ‘કેપ્ટન આસપાસ જ દેખાશે.’
અભિષેકે પાકિસ્તાન અને ઓમાનની ટીમ સામે કરી હતી બોલિંગ
જણાવી દઈએ કે, અભિષેક હાલની ટુર્નામેન્ટમાં બે વાર બોલિંગ કરી ચૂક્યો છે પણ તેને કોઇ વિકેટ ઝડપી નહોતી. અભિષેકે પાકિસ્તાન અને ઓમાનની ટીમ સામે બોલિંગ કરી હતી.
જુલાઈ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર અભિષેકે અત્યાર સુધીમાં ભારત માટે 21 T20 મેચ રમી છે. તેણે છ વિકેટ લીધી છે. તેણે 35.40ની એવરેજ અને 197.21ના મજબૂત સ્ટ્રાઇક રેટથી 708 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે બે સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી ફટકારી છે. જણાવી દઈએ કે અભિષેક શર્મા અને શુભમન ગિલ દસ વર્ષની ઉંમરથી સાથે રમી રહ્યા છે. આ બંને મિત્રોએ પાકિસ્તાન સામે 105 રનની પાર્ટનરશિપ કરી હતી. ગિલે 28 બોલમાં 47 રન ઉમેર્યા, જેમાં આઠ ફોર ફટકાર્યા હતા. સુપર 4માં ભારતની બીજી મેચ બાંગ્લાદેશ સામે 24મી સપ્ટેમ્બર છે.


Leave a Reply