એશિયા કપ વચ્ચે જાણીતા અમ્પાયરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર

Home » Latest Update » એશિયા કપ વચ્ચે જાણીતા અમ્પાયરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર
એશિયા-કપ-વચ્ચે-જાણીતા-અમ્પાયરનું-નિધન,-ક્રિકેટ-જગતમાં-શોકની-લહેર
એશિયા કપ વચ્ચે જાણીતા અમ્પાયરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર 1 - image

Image Source: wikipedia

Dickie Bird Death: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ અમ્પાયર ડિકી બર્ડનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઇંગ્લેન્ડના યોર્કશાયર ક્રિકેટ ક્લબે મંગળવાર સાંજે આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી હતી. ડિકી બર્ડે ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી, પણ 93 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 3 હજારથી વધારે રન બનાવ્યા હતા. તેમણે દિગ્ગજ અમ્પાયર રૂપે પોતાની ઓળખ બનાવી. તેમનું નિધન તેમના ઘરે જ થયું હતુ. 

યોર્કશાયર ક્રિકેટ ક્લબનું નિવેદન 

યોર્કશાયર ક્રિકેટ ક્લબે નિવેદન બહાર પાડી જણાવ્યું કે, ‘ક્રિકેટનો સૌથી જાણીતા ચહેરામાંથી એક હવે આપણા વચ્ચે નથી રહ્યા. ડિકી બર્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયર તરીકે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમનું નામ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય મેચ ઓફિશિયલ રૂપે યાદ રાખવામાં આવશે.’

ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં 3314 રન 

ડિકી બર્ડે ઇંગ્લેન્ડમાં યોર્કશાયર અને લીસેસ્ટરશાયર ક્લબ માટે ક્રિકેટ રમી છે, પરંતુ તેમને ઍમ્પાયર તરીકે વધુ ઓળખ મળી હતી. તેમને 93 મેચમાં ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં 3314 રન બનાવ્યા હતા. ક્રિકેટ કારકિર્દીમાં તેમની બેટિંગની એવરેજ 20 ની રહી છે, જેમા બે સેન્ચુરી અને 14 હાફ-સેનચુરી ફટકારી હતી.

યોર્કશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ પણ હતા  

તેમનો જન્મ 19 એપ્રિલ, 1933ના રોજ ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં થયો હતો. અહેવાલો અનુસાર, ઈજાને કારણે 32 વર્ષની ઉંમરે તેમને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેમણે થોડા વર્ષો કોચિંગમાં વિતાવ્યા અને પછી અમ્પાયરિંગમાં પાછા ફર્યા. તેમણે છેલ્લે 2000માં સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.