રાહુલ દ્રવિડના દીકરાને મોટી તક, દેશની મોટી ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતો જોવા મળશે

Home » Latest Update » રાહુલ દ્રવિડના દીકરાને મોટી તક, દેશની મોટી ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતો જોવા મળશે
રાહુલ-દ્રવિડના-દીકરાને-મોટી-તક,-દેશની-મોટી-ટુર્નામેન્ટમાં-ક્રિકેટ-રમતો-જોવા-મળશે

Rahul Dravid son: ભારતીય ક્રિકેટ દિગ્ગજ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. આ ઉપરાંત તેમણે કોચ તરીકે ભારતને ICC ટ્રોફી જીતાડી હતી. તેમના બંને દિકરાઓ પણ ક્રિકેટ રમે છે. દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. હાલમાં જ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગયા મહિને વિનુ માંકડ ટ્રોફીમાં તેણે કર્ણાટકનું નેતૃત્વ કર્યું હતું. હવે તેને એક મોટી ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: મોહમ્મદ શમીની વાપસીની તારીખ થઈ નક્કી, દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમે તેવી શક્યતા

ભારતની આ ટીમમાં સામેલ થશે દ્રવિડનો પુત્ર 

આગામી બુધવારથી હૈદરાબાદમાં શરૂ થનારી મેન્સ અંડર-19 વન ડે ચેલેન્જર ટ્રોફી માટે રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય છે અને યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી આપવામાં આવે છે. અન્વયને ચાર ટીમોની ટીમ Cમાં સામેલ કરવામાં આવ્યો છે. ટોપ-ઓર્ડર બેટર અને વિકેટકીપરની ભૂમિકા નીભાવનાર અન્વય તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ ટુર્નામેન્ટ 5 થી 11 નવેમ્બર, 2025 દરમિયાન હૈદરાબાદમાં રમાશે.

અન્વય દ્રવિડ માટે આ એક મોટી તક હશે

ટીમ C નું નેતૃત્વ એરોન જ્યોર્જ  સંભાળશે, જેમાં આર્યન યાદવ વાઈસ કપ્તાન હશે. ટીમનો પહેલો મુકાબલો શુક્રવારે વેદાંત ત્રિવેદીના નેતૃત્વ હેઠળની ટીમ B સામે થશે. આ મેચમાં અન્વય દ્રવિડ રમતા જોવા મળશે. અન્વય દ્રવિડ માટે આ એક મોટી તક હશે, જ્યાં તે પોતાની છાપ છોડવા માંગશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત દ્રવિડ પણ એક બેટર છે. સમિતે હાલમાં જ મહારાજા T20 KSCA ટ્રોફીમાં ટોપ-ઓર્ડર બેટર તરીકે કેટલીક મેચ રમી હતી.

અંડર-19 વન-ડે ચેલેન્જર ટ્રોફી માટે તમામ ટીમોની સ્ક્વોડ

ટીમ A: વિહાન મલ્હોત્રા (કેપ્ટન), અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), વંશ આચાર્ય, બાલાજી રાવ (વિકેટકીપર), લક્ષ્ય રાયચંદાની, વિનીત વી.કે., માર્કંડેય પંચાલ, સાત્વિક દેસવાલ, વી યશવીર, હેમચુડેસન જે, આર એસ અંબ્રીશ, હની પ્રતાપ સિંહ, વાયુ દેવાની, યુધાજીત ગુહા, ઈશાન સૂદ.

આ પણ વાંચો: હારિસ રઉફ બે મેચ માટે સસ્પેન્ડ, સૂર્યકુમાર યાદવને દંડ: એશિયા કપ વિવાદ પર ICCની કાર્યવાહી

ટીમ B: વેદાંત ત્રિવેદી (કેપ્ટન), હરવંશ સિંઘ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), વાફી કચ્છી, સાગર વિર્ક, સયાન પોલ, વેદાંત સિંહ ચૌહાણ, પ્રણવ પંત, એહિત સલારિયા (વિકેટકીપર), બીકે કિશોર, અનમોલજીત સિંહ, નમન પુષ્પક, ડી. દીપેશ, મોહમ્મદ મલિક, મોહમ્મદ યાસીન સૌદાગર, વૈભવ શર્મા. 

ટીમ C: એરોન જ્યોર્જ (કેપ્ટન), આર્યન યાદવ (વાઈસ-કેપ્ટન), અનિકેત ચેટર્જી, મણિકાંત શિવાનંદ, રાહુલ કુમાર, યશ કસવણકર, અન્વય દ્રવિડ (વિકેટકીપર), યુવરાજ ગોહિલ (વિકેટકીપર), ખિલાન એ પટેલ, કનિષ્ક ચૌહાણ, આયુષ શુક્લા, હેનિલ પટેલ, લક્ષ્મણ પૃથી, રોહિત કુમાર દાસ, મોહિત ઉલ્વા.

ટીમ D: ચંદ્રહાસ દાશ (કેપ્ટન), મૌલ્યરાજસિંહ ચાવડા (વાઈસ-કેપ્ટન), શાંતનુ સિંહ, અર્ણવ બગ્ગા, અભિનવ કન્નન, કુશાગ્ર ઓઝા, આર્યન સકપાલ (વિકેટકીપર), એ રાપોલ (વિકેટકીપર), વિકલ્પ તિવારી, મોહમ્મદ અનાન, અયાન અકરમ, ઉદ્ધવ મોહન, એમ તુષાર યાદવ, સોલિબ તારિક.

Leave a Reply

Your email address will not be published.