IND vs SA: ગિલ વનડે સીરિઝ પણ નહીં રમે? રોહિત સિવાય બે ખેલાડી કેપ્ટનશીપની રેસમાં

Home » Latest Update » IND vs SA: ગિલ વનડે સીરિઝ પણ નહીં રમે? રોહિત સિવાય બે ખેલાડી કેપ્ટનશીપની રેસમાં
ind-vs-sa:-ગિલ-વનડે-સીરિઝ-પણ-નહીં-રમે?-રોહિત-સિવાય-બે-ખેલાડી-કેપ્ટનશીપની-રેસમાં

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News

Google News

IND vs SA: ગિલ વનડે સીરિઝ પણ નહીં રમે? રોહિત સિવાય બે ખેલાડી કેપ્ટનશીપની રેસમાં 1 - image

IND vs SA: શુભમન ગિલને ગરદનના ભાગે ઈજા થવાના કારણે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની આગામી વનડે સીરિઝમાંથી બહાર રહેશે. BCCIના સૂત્રોના જણાવ્યાનુસાર, વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરૂ થશે. રોહિત સિવાય બે ખેલાડી કેપ્ટનશીપની રેસમાં છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત અને સિનિયર બેટ્સમેન કેએલ રાહુલના નામ કેપ્ટનશીપ માટે વિચારી શકાય છે, જ્યારે સિનિયર બેટ્સમેન રોહિત શર્મા પણ ટીમમાં છે.

ગિલ વનડે સીરિઝ પણ નહીં રમે?

BCCIના સૂત્રો પ્રમાણે, ગિલ ઈજાગ્રસ્ત છે, ત્યારે તેને આરામની જરૂર પડશે. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગિલની વાપસી માટે ઉતાવળ કરશે નહીં. તમને જણાવી દઈએ કે, કોલકાતામાં પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ગિલને ગરદનમાં દુખાવો થયો હતો. ઈજાને કારણે તે ગુવાહાટી ટેસ્ટમાં રમી શક્યો ન હતો. 

મળતી માહિતી મુજબ, ગિલ ગરદનના એમઆરઆઈ સહિતના ટેસ્ટ કરાવવા માટે મુંબઈમાં છે. ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે, ગિલ સાઉથ આફ્રિકા સામે T20 રમી શકે છે. જ્યારે કેપ્ટન માટે પંત મજબૂત દાવેદાર છે, જે બીજા ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરી રહ્યા છે. ગત એક વર્ષમાં તેમણે એક જ વનડે રમી છે. રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

અભિષેક શર્મા રિઝર્વ ઓપનર હોઈ શકે છે. હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. આ દરમિયાન ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા આગામી વર્ષના વર્લ્ડ કપ સુધી ફક્ત T20 રમશે. કુલદીપ યાદવ વ્યક્તિગત કારણોસર વિરામ લઈ શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: ‘આરામ જોઈએ તો IPL છોડી દો…’, ગિલની ઈજા બાદ ગંભીરની ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ ચેતવણી

ગિલને શુક્રવારે ભારતીય ટેસ્ટ ટીમમાં રીલિઝ કરાયો હતો. તે 19 નવેમ્બરના રોજ ગુવાહાટી પહોંચ્યો હતો. ગિલ ટીમ સાથે ગુવાહાટી આવ્યો હતો, પરંતુ તેની ગરદનની પીડા ઓછી થઈ ન હતી. ભારતના બેટિંગ કોચ સીતાંશુ કોટકે ગુરુવારે કહ્યું હતું કે, ‘અમે નથી ઇચ્છતા કે રમત દરમિયાન તેની પરેશાની વધુ ખરાબ થાય.’ ગિલની ગેરહાજરીમાં પંત બીજી ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published.