South Africa Smash 489 in Guwahati Test as Muthusamy Hits Century : ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમે પહેલી ઈનિંગમાં 489 રન ફટકારી વિશાળ સ્કોર ઊભો કર્યો છે. સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના બેટર્સે ભારતના બોલર્સને હંફાવી નાંખ્યા. સેનુરન મુથુસામીએ સદી ફટકારી જ્યારે માર્કો જાનસેન પણ અડધી સદી ફટકારીને ઝળકયો. ભારતીય બોલર્સમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે તો 100-100થી વધુ રન લૂંટાવ્યા.
લાઈવ મેચ સ્કોર :
સેનુરન મુથુસામીની સદી
પહેલા દિવસના ત્રીજા સેશનમાં ભારતીય ટીમે સારું કમબેક કર્યું હતું અને 246 રનના સ્કોરમાં સાઉથ આફ્રિકાની ટીમે 6 વિકેટ ગુમાવી. પણ બીજા દિવસની મેચમાં સેનુરન મુથુસામી અને કાઈલ વેરેયિને 88 રનની પાર્ટનરશિપ કરી અને ભારતીય બોલર્સનો પરસેવો છૂટી ગયો. સેનુરન મુથુસામીએ પછી માર્કો સાથે 97 રનની પાર્ટનરશિપ કરી. જોત જોતામાં સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર 450 રનને પાર જતો રહ્યો.

ભારતીય બોલર્સનો નબળો દેખાવ
મોહમ્મદ સિરાજે 30 ઓવરમાં 106 રન આપી બે વિકેટ ઝડપી જ્યારે કુલદીપ યાદવે 29.1 ઓવરમાં 115 રન આપી 4 વિકેટ ઝડપી. બુમરાહ અને વોશિંગ્ટન સુંદરને છોડી કોઈ પણ બોલરનો ઈકોનોમી રેટ 3થી નીચે ન રહ્યો. બુમરાહે 32 ઓવર બોલિંગ કરી 75 રન આપ્યા અને 2 વિકેટ ઝડપી.

નોંધનીય છે કે કોલકાતા ટેસ્ટમાં ભારતીય ટીમનો 30 રને કારમો પરાજય થયો હતો. એવામાં સાઉથ આફ્રિકાની ટીમ 1-0થી આગળ છે. સીરિઝને ડ્રો કરાવવા માટે ભારતીય ટીમે આ બીજી ટેસ્ટ મેચ જીતવી જ પડશે.

Leave a Reply