Updated: Jan 31st, 2026
GS TEAM

Ishan Kishan Century: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે એક એવો પરાક્રમ કર્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે.
ઈશ સોઢીના એક જ ઓવરમાં 29 રન, બાઉન્ડ્રીનો વરસાદ!
મેચના પહેલા બોલથી જ ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગના મૂડમાં હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ અસલી રોમાંચ તો 12મી ઓવરમાં આવ્યો જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢી બોલિંગ કરવા આવ્યા. ઈશાને આ ઓવરને ટાર્ગેટ કરી રનનો વરસાદ કર્યો હતો.
ઓવરની શરૂઆત વાઈડથી થઈ, ત્યારબાદ ઈશાને સતત 3 ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલે આસમાની છગ્ગો, પાંચમા બોલે ફરી ચોગ્ગો અને છેલ્લે છગ્ગા સાથે ઓવર પૂરી કરી. એક જ ઓવરમાં ઈશાને કુલ 29 રન ઝૂડી નાખ્યા.આ સાથે જ ઈશ સોઢીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો, જે ન્યુઝીલેન્ડ માટે T20I માં બીજી સૌથી મોંઘી ઓવર સાબિત થઈ.
સતત 7 બોલ પર 7 ચોગ્ગા છગ્ગાનો વર્લ્ડ ક્લાસ પરાક્રમ
ઈશાન કિશન રીતસરનો ન્યૂઝીલેન્ડ પર તૂટી પડ્યો હતો. સોઢીની ઓવર પૂર્ણ થયા બાદ જ્યારે તે પછીની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, ત્યારે તેણે પહેલા જ બોલે છગ્ગો ફટકારી દીધો. આમ, તેણે સતત 7 બોલમાં 7 ચોગ્ગા-છગ્ગા ફટકારવાનો અદભૂત રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચો: ‘ફોટોગ્રાફરે કહ્યું – મારે તારી બોડી જોવી છે…’, સાઉથની જાણીતી એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો
માત્ર 14 બોલમાં 50 થી 100 સુધીની સફર!
આશ્ચર્યની વાત એ છે કે માત્ર 14 બોલ ઈશાન કિશને 50 રન થી 100 રન સુધી ફટકાર્યા હતા એટલે કે ફિફ્ટી (28 બોલ) જડ્યા બાદ બીજી ફિફ્ટી માત્ર 14 બોલમાં લગાવી હતી. ન્યુઝીલેન્ડ સામે T20માં આ સૌથી ઝડપી સદી છે. ઈશાન કિશને પોતાની 103 રન( 43 બોલ)ની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ભલે તે સદી બાદ તરત આઉટ થઈ ગયો, પણ તેની આ ઈનિંગે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા અને કીવી ટીમ સામે પહાડ જેવો ટાર્ગેટ ઊભો કરી દીધો હતો.

Leave a Reply