ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસર પર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જેલ ડીજીપી કે.એલ.એન. રાવે “વિકાસદીપ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રોકડ ઇનામો અને...
Author: Inside Media Network (Aarohi Patel)
ટ્રમ્પ-પુતિન બેઠક પહેલા રશિયાનો મોટો સંકેત: સંયુક્ત નિવેદન થવાની સંભાવના ઓછી
અમેરિકાના અલાસ્કામાં આવનારી ટ્રમ્પ અને પુતિનની બેઠકને લઈને મોટી માહિતી બહાર આવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું છે કે આ બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન જાહેર થવાની સંભાવના નથી. પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે આ બેઠક ખૂબ જ ઉતાવળમાં ગોઠવવામાં આવી છે અને કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની શક્યતા ઓછી છે. સ્થાનિક...
બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ: 10 વર્ષના બાળકનું મોત, 12 લોકો ઘાયલ
કર્ણાટકના બેંગલુરુમાં 15 ઓગસ્ટના દિવસે થયેલા સિલિન્ડર વિસ્ફોટમાં એક નાનકડું જીવન અકાલે ખૂંટી ગયું. મધ્ય બેંગલુરુના વિલ્સન ગાર્ડન વિસ્તારના ચિન્નાયનપાલ્યામાં આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં 10 વર્ષના બાળકનું મોત થયું છે જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને...
HDFC મ્યુચ્યુઅલ ફંડે ‘બરણીથી આઝાદી’ ઝુંબેશ શરૂ કરી, મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા માટે પ્રેરણા
79મા સ્વતંત્રતા દિવસના અવસરે, HDFC મ્યુચ્યુઅલ ફંડે ‘બરણીથી આઝાદી’ ઝુંબેશની પાંચમી આવૃત્તિ શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને પરંપરાગત બચત પદ્ધતિઓમાંથી આગળ વધીને રોકાણ દ્વારા નાણાકીય સ્વતંત્રતા મેળવવા પ્રેરિત કરવાનો છે. આ ઝુંબેશનો મુખ્ય સંદેશ એ છે કે સાચી સ્વતંત્રતા ફક્ત પૈસા બચાવવાથી નહીં, પરંતુ વ્યૂહાત્મક રોકાણ દ્વારા સપનાઓને સાકાર કરીને મળે છે....
મુકેશ અંબાણીએ આપી ખુશખબર: ફક્ત આજે મફતમાં જુઓ Jio Hotstar પર તમારી મનપસંદ ફિલ્મો અને શો
સ્વતંત્રતા દિવસ 2025ના આ ખાસ અવસરે મુકેશ અંબાણીએ દેશના લોકોને મોટી ખુશખબર આપી છે. Jio Hotstar આજે દરેક યુઝર્સને એક દિવસ માટે સંપૂર્ણ મફત ઍક્સેસ આપી રહ્યું છે. એટલે કે જો તમારી પાસે સબ્સ્ક્રિપ્શન નથી તો પણ આજે તમે હોટસ્ટાર પર મનપસંદ ફિલ્મો અને વેબ શોનો આનંદ મફતમાં માણી શકશો. હોટસ્ટાર પર હાલમાં “ઓપરેશન ત્રિરંગો”...
સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં,...
ગુજરાતમાં વરસાદી માહોલ: લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં આનંદ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે 15મી ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો રાહત અનુભવતા થયા છે. અમરેલીના સાવરકુંડલામાં અને જૂનાગઢના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન...
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગાના રંગે રંજાયા, દેશભક્તિના શણગારમાં ભક્તો ભાવવિભોર
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે સાળંગપુરના પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું. દાદાને તિરંગાની થીમ પર શણગાર કરવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશપ્રેમની અનોખી છટા જોવા મળી. ભક્તોએ આ અનોખા શણગારના દર્શન કરી ભાવવિભોર અનુભવ કર્યો. હજારોની સંખ્યામાં ભક્તો ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવતા માહોલમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. પૂજારી...
સની દેઓલ લાવ્યા બોર્ડર 2 નો પ્રથમ પોસ્ટર, રિલીઝ તારીખ જાહેર
સની દેઓલની સુપરહિટ ફિલ્મ બોર્ડરને વર્ષો બાદ ફરી મોટી સ્ક્રીન પર જીવંત કરાઈ રહી છે. 15 ઓગસ્ટના ખાસ અવસરે સની દેઓલે ચાહકોને મોટી ખુશખબર આપી. તેમણે જાહેરાત કરી કે બોર્ડર 2 આગામી 22 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થશે. સાથે સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું, જેમાં સની દેઓલ લશ્કરી યુનિફોર્મમાં દુશ્મન સામે લડવા...
સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....









