બ્રિટિશ રોયલ નેવીના F-35 ફાઇટર જેટનું 14 જૂને કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને 19 દિવસ પછી પણ વિમાનમાં રહેલી ખામી દૂર થઈ નથી. હવે અહેવાલ છે કે ફાઇટર જેટને ટુકડાઓમાં તોડી પાડવામાં આવશે અને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા બ્રિટન પરત લઈ જવામાં આવશે. કેરળમાં વિમાનને રિપેર કરવાના અનેક પ્રયાસો છતાં,...
દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા...
24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં વરૂણ દેવ વરસ્યા, ઉત્તર ગુજરાતમાં અનરાધાર
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠાનો વારો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ...
પ્રધાનમંત્રી મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 કરાર અંગે સમજૂતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ‘ઓફિસર ઓફ...
દાંતીવાડા, પાલનપુર, ડીસામાં વરસાદની તોફાની બેટિંગ; વડગામમાં 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો
બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું છે, વડગામમાં છેલ્લા 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વડગામ માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા. બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સિઝનમાં પ્રથમવાર રાણીટૂંક ઝરણા વહેતા થયા છે અને ભાખરમાં ધાર્મિક સ્થળ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મહાદેવ...
સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી રિજિજુએ...
પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. પીએમ...
વિધાનસભા કેમ્પસ અને સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી
CM ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. સચિવાલય કેમ્પસમાં દરરોજ...
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વોશિંગ્ટન ખાતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ...
ભાજપ MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ, RTIમાં થયો ખુલાસો
જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ખુલાસો થયો છે. ધારાસભ્યના દીકરાએ PM આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે RTI (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા...









