નવી દિલ્હી: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર-ID કાર્ડ છે. તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પણ સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું...
RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ...
મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ
મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી...
નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો...
‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન
કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં તેમણે નેતાઓને લગતી એક ચોંકાવનારી વાત કરી અને જણાવ્યું કે, “જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.” ગડકરીએ કહ્યું કે વાતો કરવી સહેલું છે, પરંતુ કામમાં સત્ય...
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા...
રાહુલ ગાંધીનો ભાજપ પર આકરો પ્રહાર: ‘એટમ બોમ્બ પછી હવે હાઈડ્રોજન બોમ્બ ફોડશું’
બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને એનડીએ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરવામાં આવી છે અને તે અંગે તમામ પુરાવા ચૂંટણી પંચને આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમના કહેવા મુજબ ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને લોકશાહી સાથે ચેડાં કર્યા છે. રાહુલ...
અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભા, ગેનીબેનના દાવા: ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’
ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500...
તેજસ્વી યાદવે જાહેર કર્યું મહાગઠબંધનનું મુખ્યમંત્રી ચહેરો, રાહુલ-અખિલેશની હાજરીમાં લગાવ્યો નિવેદન
બિહારની રાજનીતિમાં શનિવારે વિશેષ ઘટનાઓ નોંધાઈ, જ્યારે આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાનો જાહેર કર્યો. સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા. તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો અને તેમને ‘ડુપ્લિકેટ મુખ્યમંત્રી’ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે સરકાર તેમની યોજનાઓની નકલ કરી...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000
જગદીપ ધનખડ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો માટેની પેન્શન મેળવવા માટે ફરી ચર્ચામાં આવ્યા છે. ધનખડ 1993માં અજમેર જિલ્લામાં કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના ધારાસભ્ય પદના આધારે તેઓ વિધાનસભાની પેન્શન માટે પાત્ર છે. નિયમ અનુસાર, ધનખડ હાલમાં 74 વર્ષના છે અને તેમને માસિક રૂ. 42,000...









