Category: WORLD

Home » WORLD » Page 11
ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’
Post

ઈઝરાયલે ધમકી આપી: ‘ગાઝાને સ્મશાન બનાવીશું, હમાસને નર્કમાં ધકેલીશું’

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝા હાલ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજબરોજના હુમલાઓ અને નાગરિકોનાં મોતના મામલાથી બાવળાઈ ગયેલા ગાઝાવાસીઓ વચ્ચે ઈઝરાયલએ ખતરનાક ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે જણાવ્યું કે, હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે અને હમાસના આતંકીઓને નર્કમાં ધકેલી દેવામાં આવશે. કાર્ટ્જે સ્પષ્ટ કર્યું...

ટ્રમ્પ પ્રશાસનની ઇમિગ્રેશન નીતિ વધુ કડક બની: 5.5 કરોડ વિઝાધારકો તપાસના ઘેરામાં
Post

ટ્રમ્પ પ્રશાસનની ઇમિગ્રેશન નીતિ વધુ કડક બની: 5.5 કરોડ વિઝાધારકો તપાસના ઘેરામાં

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટકાળ દરમિયાન શરૂ થયેલી કડક ઇમિગ્રેશન નીતિઓ હવે વધુ ગંભીર રૂપ લઈ રહી છે. તાજેતરમાં, ટ્રમ્પ પ્રશાસને 5.5 કરોડથી વધુ કાયદેસર વિઝાધારકોની ચકાસણી શરૂ કરી છે. આ વિઝાધારકો પૈકી કોઈએ પણ અમેરિકાના ઇમિગ્રેશન નિયમોનો ભંગ કર્યો હશે, તો તેમને દેશમાંથી તાત્કાલિક બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. એસોસિયેટેડ પ્રેસના પ્રશ્નના...

દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
Post

દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

દક્ષિણ અમેરિકા ખાતે આવેલા ડ્રેક પેસેજ વિસ્તારમાં 8.0ની તીવ્રતાવાળો જોરદાર ભૂકંપ નોંધાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ પ્રસરી ગયો છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે USGS (યુ.એસ. જીઓલોજિકલ સર્વે) દ્વારા તાત્કાલિક સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.0 માપાઈ છે અને તેનું કેન્દ્ર જમીનના અંદાજે 10.8...

ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી
Post

ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી

વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી. નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ...

ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ
Post

ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ

ઇઝરાયલ: ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કરવામાં આવેલા પ્રચંડ હુમલામાં માત્ર એક જ દિવસે 200 ત્રાસવાદી મથકોનો નાશ કરાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા મથકોનો ખાતમો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં હવે તેમનો કબજો છે અને માત્ર 25% વિસ્તાર જ હમાસના...

ટ્રમ્પ અને વેનેઝુએલામાં તણાવ: 3 યુદ્ધ જહાજો સામે 45 લાખ સૈનિકો, શત્રુતા પાછળના 5 મોટા કારણો
Post

ટ્રમ્પ અને વેનેઝુએલામાં તણાવ: 3 યુદ્ધ જહાજો સામે 45 લાખ સૈનિકો, શત્રુતા પાછળના 5 મોટા કારણો

અમેરિકા અને વેનેઝુએલાની શત્રુતા ફરી એકવાર ચર્ચામાં છે. ડ્રગ્સ તસ્કરી રોકવાના બહાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા તરફ ત્રણ યુદ્ધ જહાજ મોકલ્યા છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે વેનેઝુએલાની સરકાર ડ્રગ્સ તસ્કરીને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે વેનેઝુએલાએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને જવાબમાં 45 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ...

ચીનને ઘેરવા માટે ટ્રમ્પને ભારત સાથે સંબંધ મજબૂત કરવાનुं સુચનઃ નિક્કી હેલીની ચેતવણી
Post

ચીનને ઘેરવા માટે ટ્રમ્પને ભારત સાથે સંબંધ મજબૂત કરવાનुं સુચનઃ નિક્કી હેલીની ચેતવણી

અમેરિકા દ્વારા ચીનની વિસ્થાપન નીતિઓનો સામનો કરવા માટે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા આવશ્યક છે એવું નિવેદન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રદૂત નિક્કી હેલીએ આપ્યું છે. ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ સ્પષ્ટ ભાષામાં ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે ભારત-અમેરિકા સંબંધો મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીન સામે ગઠબંધન મજબૂત બનાવવા માંગે છે, તો ભારત સાથેના...

દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી: દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબી હીરો ચોરાયો, પોલીસએ 8 કલાકમાં કર્યો પર્દાફાશ
Post

દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી: દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબી હીરો ચોરાયો, પોલીસએ 8 કલાકમાં કર્યો પર્દાફાશ

દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં બનેલી એક રોમાંચક ચોરીએ સૌને ચોંકાવી દીધા છે. દુનિયાનો સૌથી દુર્લભ અને કિંમતી 21 કેરેટનો ગુલાબી હીરો, જેની કિંમત લગભગ ₹2 અબજ 17 કરોડ છે, ધોળા દિવસે ચોરાઈ ગયો. આ હીરોને ‘ફેન્સી ઈન્ટેન્સ’ તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવ્યો હતો અને તેની શુદ્ધતા તથા દુર્લભતા એટલી હતી કે તેના જેવો હીરો મળવાની શક્યતા માત્ર...

અફઘાનિસ્તાનમાં બસ અકસ્માત બાદ લાગી આગ, 17 બાળકો સહિત 71 લોકોના મોત
Post

અફઘાનિસ્તાનમાં બસ અકસ્માત બાદ લાગી આગ, 17 બાળકો સહિત 71 લોકોના મોત

અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા. પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લાહ મુત્તાકીએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા પ્રવાસીઓને કાબુલ લઈ જઈ રહેલી બસ, ટ્રક અને મોટરસાઇકલ સાથે અથડાઈ, જેના કારણે બસમાં આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બસમાં લાગી...

યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી
Post

યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે...