રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભામાં ચાર સભ્યોની નિમણૂક કરી છે. આ સૂચિમાં જાણીતા ફોજદારી વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઈતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન, તથા કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ – કાયદાના મંચનો બળવાન અવાજ ઉજ્જવલ નિકમ દેશના અમુક સૌથી ચર્ચિત ગુનાખોરીના કેસોમાં સરકાર તરફથી વકીલ રહી ચૂક્યા છે....

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારના રોજ એક ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ટોળાએ ધક્કામુક્કી કરી, માર માર્યો અને જાહેરમાં માફી મંગાવડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસેના (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરો દ્વારા દબંગઈના દૃશ્યો જોવા મળે છે. શું છે આખો મામલો? માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં વિરાર રેલવે સ્ટેશન નજીક...

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવા પહોંચ્યા હોવાની વાતે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેની લડત વચ્ચે નવી ચર્ચા ઉભી કરી છે. શુ છે મામલો? પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગનું...

લોર્ડ્સમાં કેએલ રાહુલની શાનદાર સદી, ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ
કેએલ રાહુલે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાની શાનદાર ફોર્મ ચાલુ રાખતાં લોર્ડ્સ ટેસ્ટમાં પણ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. પહેલાની ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ રાહુલે હવે લંડનના લોર્ડ્સ મેદાન પર પણ શતક બનાવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના ઈતિહાસમાં બન્યા માત્ર બીજા ખેલાડી લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે, ભારતના ઓપનર રાહુલે પોતાની 9મી ટેસ્ટ સદી પૂરી કરી. આ સાથે...

અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી
અમેરિકાના વિઝા મળ્યા પછી પણ હવે મુસાફરો માટે ચેતવાની જરૂર છે. અમેરિકા સરકાર, ખાસ કરીને ટ્રમ્પ શાસન હેઠળ, ઇમિગ્રેશન સંબંધિત નિયમો વધુ કડક બનાવી રહી છે. હાલમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા મંજૂરી બાદ પણ સતત ‘વિઝા સ્ક્રીનિંગ’ કરવામાં આવશે. કાયદા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વિઝાધારકોનा વિઝા રદ કરીને તેમને દેશનિકાલ કરવામાં આવી શકે છે. ‘વિઝા...

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”
ભારતીય હાસ્ય કલાકાર કપિલ શર્માને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિક્સ ફોર જસ્ટિસ (SFJ)ના સહસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પન્નુએ કથિત રીતે કહેલું કે કપિલ શર્મા કેનેડા મારફતે હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે અને તેમનો બિઝનેસ “હિંદુત્વ એજન્ડાનો ભાગ” છે. હાલમાં કપિલ શર્માએ સરી, બ્રિટિશ કોલંબિયામાં ખોલેલું તેમનું કેફે, ‘કપ્સ કાફે’, ગોળીબારની ઘટના બાદ વિવાદમાં આવ્યું છે....

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 20 સુધી પહોંચ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતો મહિ નદી પરનો બ્રિજ તૂટી પડ્યાના અકસ્માતમાં મોતનો આંક હવે 20 સુધી પહોંચી ગયો છે. શુક્રવારના દિવસે વધુ એક મૃતદેહ પિલરની નીચેથી મળ્યો છે, જ્યારે સારવાર હેઠળ રહેલા એક ઈજાગ્રસ્તનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. બ્રિજના ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડતા અનેક...

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ, દેશભરમાં આનંદનો માહોલ
મરાઠા સામ્રાજ્યના સત્તાવાર ઇતિહાસ અને વિરાસત માટે એક ગૌરવભરી ઘડી સામે આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત અને સંરક્ષિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને રાજ્ય માટે “ગૌરવની ક્ષણ” તરીકે વર્ણવી છે. મરાઠા મિલિટ્રી લેન્ડસ્કેપ્સને વૈશ્વિક ઓળખ ‘મરાઠી મિલિટ્રી લેન્ડસ્કેપ્સ’ તરીકે ઓળખાતા આ કિલ્લાઓ મરાઠા શાસનકાળની સૈન્ય કૌશલ્ય,...

વિમ્બલ્ડન 2025: નોવાક જોકોવિચનું સપનું તૂટ્યું, સેમિફાઇનલમાં યાનિક સિનરે આપી ચોકાવનારી હાર
વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ 2025 હવે અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યું છે. મેન્સ સિંગલ્સની ફાઇનલ માટે બે યુવા ખેલાડીઓ – ઇટાલીના યાનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ – આમને સામે ટકરાવાના છે. રવિવાર, 13 જુલાઈના રોજ રમાનારી આ ફાઇનલ જોકોવિચ-નડાલ-ફેડરર યુગ પછીના નવા યુગની શરૂઆતનું સંકેત આપી રહી છે. સિનરની ઐતિહાસિક જીત: જોકોવિચને સીધા સેટમાં હરાવ્યું 23 વર્ષીય યાનિક સિનરે...

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “12 જુલાઈ 2025ના રોજ જાહેર...
