હાઈકોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો; ‘મથુરા શાહી ઈદગાહ મસ્જિદ વિવાદિત ઢાંચો નહીં’

હાઈકોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો; ‘મથુરા શાહી ઈદગાહ મસ્જિદ વિવાદિત ઢાંચો નહીં’

અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ શુક્રવાર, 4 જુલાઈના રોજ ચુકાદો આપતા શાહી ઇદગાહને અયોધ્યાની રામજન્મભૂમિની જેમ વિવાદિત માળખું જાહેર કરવાની હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. આ અરજી હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા 5 માર્ચ, 2025ના રોજ કરવામાં આવી હતી. તેમાં...

દુનિયાનું સૌથી ઘાતક F-35 ફાઇટર જેટ ભારતમાં ‘ગ્રાઉન્ડેડ’; હવે ટુકડામાં જશે પાછું

દુનિયાનું સૌથી ઘાતક F-35 ફાઇટર જેટ ભારતમાં ‘ગ્રાઉન્ડેડ’; હવે ટુકડામાં જશે પાછું

બ્રિટિશ રોયલ નેવીના F-35 ફાઇટર જેટનું 14 જૂને કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને 19 દિવસ પછી પણ વિમાનમાં રહેલી ખામી દૂર થઈ નથી. હવે અહેવાલ છે કે ફાઇટર જેટને ટુકડાઓમાં તોડી પાડવામાં આવશે અને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા બ્રિટન પરત લઈ જવામાં આવશે.  કેરળમાં વિમાનને રિપેર કરવાના અનેક પ્રયાસો છતાં, પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટને...

દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ

દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ

દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા લાગી મળતી માહિતી અનુસાર, લુખડિયાની...

24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં વરૂણ દેવ વરસ્યા, ઉત્તર ગુજરાતમાં અનરાધાર

24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં વરૂણ દેવ વરસ્યા, ઉત્તર ગુજરાતમાં અનરાધાર

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠાનો વારો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ, મહેસાણાના...

પ્રધાનમંત્રી મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 કરાર અંગે સમજૂતી

પ્રધાનમંત્રી મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 કરાર અંગે સમજૂતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર...

દાંતીવાડા, પાલનપુર, ડીસામાં વરસાદની તોફાની બેટિંગ; વડગામમાં 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો

દાંતીવાડા, પાલનપુર, ડીસામાં વરસાદની તોફાની બેટિંગ; વડગામમાં 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું છે, વડગામમાં છેલ્લા 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વડગામ માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા. બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સિઝનમાં પ્રથમવાર રાણીટૂંક ઝરણા વહેતા થયા છે અને ભાખરમાં ધાર્મિક સ્થળ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મહાદેવ અને મહાકાળી મંદિરમાં પાણી ભરાયા...

મોહમ્મદ શમીએ અલગ રહેતી પત્ની અને દીકરીને દર મહિને 4 લાખનું વળતર આપવું પડશે

મોહમ્મદ શમીએ અલગ રહેતી પત્ની અને દીકરીને દર મહિને 4 લાખનું વળતર આપવું પડશે

કલકત્તા હાઈકોર્ટે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ અજય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાંની અરજી પર ભારતીય ક્રિકેટરને માસિક ખર્ચો ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું કે મોહમ્મદ શમીની આવક, નાણાકીય દસ્તાવેજોને ધ્યાનમાં લેતાં તે વધુ રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે.  કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે, શમીથી અલગ રહેતી પત્નીને લગ્ન દરમિયાન...

સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે.  સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી રિજિજુએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ...

પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરની સાથે...

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવાની ચર્ચા પર પૂર્ણવિરામ મુક્યું છે. સિદ્ધારમૈયાએ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, ‘હા, 5 વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે?’ સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે  ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકાય છે. ડીકે શિવકુમારે...