બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ દૂર કરી મતદારોને મતદાનથી વંચિત...

ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ
એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું હતું, અને વિમાનમાં ઘબરાહટનો માહોલ...

આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ધનખડ...

ઈઝરાયલની યમનને ખુલ્લી ધમકી: “હૂથીઓ હથિયાર ન મૂકે તો યમનને તહેરાન જેવી હાલત ભોગવવી પડશે”
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે યમનના હૂથી বিদ્રોહીઓને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના હથિયાર નથી મૂકે અને હુમલાઓ અટકાવે નહીં, તો યમનની સ્થિતિ પણ ઈરાનની રાજધાની તહેરાન જેવી કરી દેવામાં આવશે. ઇઝરાયલ હાલમાં ગાઝા, ઇરાન, લેબનન અને સીરિયા સામે યુદ્ધ મોરચા ખોલી ચૂક્યું છે. તાજેતરમાં તહેરાન પર તીવ્ર બોમ્બમારો અને મિસાઇલ હુમલાઓ કર્યા બાદ હવે યમનનું હોદૈદા (Hodeidah)...

સંવિધાનના અનુચ્છેદ 67(A) મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપ્યું તાત્કાલિક રાજીનામું, સ્વાસ્થ્યને બનાવ્યું કારણ
ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે આ નિર્ણય કર્યો છે. રાજીનામું આપતી વખતે તેમણે બંધારણની કલમ 67 (A) નો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું હતું કે: “આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું...

2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા
મુંબઈને હચમચાવી નાખનાર 2006ના લોકલ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપતાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 21 જુલાઈ, 2025ના રોજ જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેન્ચે પોતાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે, આ કેસમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તે સ્ફટિકસ્પષ્ટ અને વિશ્વસનીય નહોતા. પરિણામે, સેશન કોર્ટ દ્વારા 2015માં...

ઢાકામાં કોલેજ પર બાંગ્લાદેશ એરફોર્સનું એફ-7 ટ્રેનર વિમાન ક્રેશ, 19ના મોત
બાંગ્લાદેશના ઢાકામાં 21 જુલાઈ, 2025ના રોજ એક ગંભીર દુર્ઘટના ઘટી છે જ્યાં બાંગ્લાદેશ એરફોર્સનું એફ-7 ટ્રેનર વિમાન ઉત્તર ઢાકામાં આવેલ માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 170થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે વિમાનનું પાઇલટ ફર્સ્ટ લેફ્ટિનેન્ટ તૌકીર ઇસ્લામ સાગર પણ શહીદ થયા હતા. ક્રેશ બાદ બચાવ અને રાહત કામગીરી તત્કાળ...

ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન
મુંબઈમાં વરસતા વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 21 જુલાઈના રોજ કોચીથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નંબર AI2744) મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસ્યું હતું. ભારે વરસાદ અને ભીના રનવેના કારણે વિમાનનું સંચાલન મુશ્કેલ બન્યું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિમાનને સુરક્ષિત રીતે ટર્મિનલ...

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો છે. વી.એસ. અચ્યુતાનંદન 2006 થી...

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દેશમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર આક્ષેપપ્રત્યાઆક્ષેપ થયા. પરંતુ આ તમામ રાજકીય ગરમાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ ભવનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, આરોગ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે.પી....
